________________
(
જિનાગમ
“પ્રજ્ઞાપના સૂત્રને આધારે જિનાગમમાં દ્રવ્યાનુયોગનું મહત્ત્વનું
મુંબઈ યુનિ. જૈનોલોજી સાથે સંકળાયેલા ૫ કે. આર. શાહ શ્રી કે. આર. શાહ લેખક છે તથા દેશ-વિદેશમાં જૈન ધર્મ પર પ્રવચનો આપેલ છે.
જિનાગમમાં છ દ્રવ્ય છે, તે મૂળભૂત દ્રવ્યો છે. આ છ દ્રવ્યોથી એકપણ દ્રવ્ય વધારે નથી કે એક પણ દ્રવ્ય ઓછું નથી. વિજ્ઞાનનો એક વિભાગભૌતિકશાસ્ત્ર. આ ભૌતિકશાસ્ત્રમાં ૧૦૫ દ્રવ્યોની નોંધ લેવામાં આવી છે. તેનું મૂલ્યાંકન દ્રવ્યમાં રહેલા ઈલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાના આધારે છે. આ ઉપરાંત હવે તેઓ કાળને પણ દ્રવ્ય માને છે. જિનાગમમાં સમગ્ર લોકમાં રહેલાં દ્રવ્યોનું મૂળભૂત રીતે વર્ગીકરણ છે, જ્યારે આધુનિક વિજ્ઞાનમાં તેમ નથી.
જિનાગમનાં આ છ દ્રવ્યોને બે વિભાગમાં વહેંચી નાખવામાં આવ્યા છે - (૧) જીવદ્રવ્ય (૨) અજીવદ્રવ્ય. જીવદ્રવ્ય ચેતન અને અજીવદ્રવ્ય જડ છે. અજીવદ્રવ્યના પાંચ વિભાગ છે, જેમાં પુદ્ગલ મુખ્ય છે.
જીવ અને પુદ્ગલ દ્રવ્ય ક્રિયાત્મક છે. આ ક્રિયાત્મકતાને લીધે પર્યાય અને સ્થળાંતર શક્ય બને છે. પર્યાય એટલે પરિવર્તન અને સ્થળાંતર એટલે ગતિ. જીવદ્રવ્ય અને અજીવદ્રવ્યના અનંત પર્યાયો છે. જીવદ્રવ્ય કુટસ્થ નિત્ય નથી પણ પરિણામી નિત્ય છે. હવે ક્રિયાત્મક હોવાથી ઉદ્ભવતા ફેરફારો આ સમગ્ર લોકમાં કેવી રીતે, કેવા અને કેટલા પ્રભાવ પાડે છે, તેની વિગતવાર વિચારણા કરતું શાસ્ત્ર એટલે પ્રજ્ઞાપના શાસ્ત્ર.
શ્રી જયંત મુનિએ પ્રજ્ઞાપનાનો સુંદર અર્થ કરેલો છે. પ્રજ્ઞ'= તીર્થકર ‘વ’ = સરિતા. તેમણે પ્રવUr' શબ્દ ઉત્પન્ન કર્યો છે. અહીં પ્રસ' એટલે તીર્થકર ભગવંતોના મુખેથી નીકળેલા જ્ઞાનરૂપ ઉદ્ગારો. વUT' એટલે આ જ્ઞાનરૂપ ઉદ્ગારોની સરિતા. આપણે આ જ્ઞાનસરિતાનું પાન કરવાનું છે, આચરણમાં મૂકવાનું છે, જેનાથી સિદ્ધપદની પ્રાપ્તિ થાય.
પ્રજ્ઞાપના સૂત્રમાં કુલ ૩૬ પદોના વિસ્તૃત વિચાર દર્શાવેલા છે. પુસ્તક ભાગ-૧માં ૧ થી ૫ પદ, પુસ્તક ભાગ-રમાં ૬ થી ૨૦ પદ અને બાકીના પુસ્તક ભાગ-૩માં આપેલાં છે. આ પ્રજ્ઞાપન સૂત્ર'નો સંપૂર્ણ અભ્યાસ ખૂબ જ્ઞિાનધારા-૩ - ૧૫૧ ર ક્સ જેન સાહિત્ય જ્ઞાનસત્ર-).