________________
શું? સદા પ્રમોદભાવ અને આનંદમાં રહેવું. મૈત્રી, પ્રમોદ, કરુણા, માધ્યસ્થ ભાવ દ્વારા જીવન રંગાઈ જાય.
(૨) સારી ટેવો પડશે - જેમ કે નિયમિત ઊઠવું, પ્રાર્થના કરવી, સારા વિચારો કરવા, સારું બોલવું, સારું આચરણ કરવું. આ સારી ટેવોથી ચરિત્ર ઘડાય છે. ચારિત્રની વાવણી કરો તો ભાગ્યનું નિર્માણ થશે.
(૩) સાધનાથી તન અને મનને ઘડવાનું છે. મનને જ્ઞાન દ્વારા, ધ્યાન દ્વારા, ચિત્તના વિશ્લેષણ દ્વારા, તપશ્ચર્યા દ્વારા તૈયાર કરવાનું છે. એથી મનની એકાગ્રતા વધશે. એકાગ્રતા એ શક્તિ છે. એ જેટલા પ્રમાણમાં વધે તેટલા પ્રમાણમાં ચૈતન્યની જ્ઞાનશક્તિ ખીલશે. આથી આંતરિક શક્તિઓનો વિકાસ થશે, આત્મવિકાસ (Self confidence) અને આત્મફુરણા (Intution) પણ વધશે.
(૪) આખો દિવસ જોવામાં, સાંભળવામાં, બોલવામાં, ચિંતા કરવામાં, પારકો ભાર ઉઠાવવામાં, લોકોની પંચાત કરવામાં શક્તિઓ નષ્ટ થતી હોય છે. આ શિક્ષણ દ્વારા આ શક્તિઓનો સંચય થશે, જેથી સ્વામિત્વ (Mastery) પ્રગટ થાય છે. આમ, આત્મશક્તિનો અનુભવ થતાં નિર્બળતા, થાક, કંટાળો, આળસ બધું દૂર ભાગશે.
(૫) વર્તમાનમાં જીવન જીવવાની ચાવી મળશે, જેથી મનની શાંતિ મળશે. વ્યક્તિ જાગૃતિ અને જવાબદારીથી જીવન જીવી શકશે. જીવન જીવવાની કળા દ્વારા જીવન અર્થપૂર્ણ, હેતુપૂર્ણ અને સફળ બનશે.
(૬) મનમાં શુભ સંકલ્પનું બીજ વાવવાથી, નબળા વિચાર નહિ ટકે. પ્રતિકૂળતામાં પણ મનોબળ વડે બીજી શક્તિઓ બહાર આવશે. માતા-પિતા અને શિક્ષકોએ ધ્યાનમાં રાખવાનાં સૂચનો :
(૧) બાળકનું વર્તન અને માનસિકતા સમજવાની તૈયારી.
(૨) બાળક કે યુવાન સાથે એક સેતુ (Rapport) બાંધવાનો છે, જેથી તેઓ હૃદય ખોલીને પોતાના વિચારો કે મૂંઝવણ વ્યક્ત કરે.
(૩) એમની વર્તમાનની પરિસ્થિતિ સમજી એમને માર્ગદર્શન આપવાનું છે.
(૪) એમને જીવનનું ધ્યેય નક્કી કરવામાં સહાયરૂપ થવું.
(૫) એમની માન્યતાઓ અને વર્તનને આકાર (Shape) આપવાનો છે.
જ્ઞાનધારા-૩
LL LL li
સાહિત્ય જ્ઞાનસત્ર-૩