________________
એ કર્મ આખી સાધના છે. આ કર્મની નિર્જરા કરવા માટેની એટલે કે કર્મ ખરાવવાની, જેથી આત્મા શુદ્ધ સ્વરૂપે પ્રકાશે. એ માટે છે ધ્યાન (Meditation).
| (૪) આ ધ્યાનની પ્રક્રિયા પદ્ધતિસર શીખી અનુભવી શકાય છે. એમાં શરીર, શ્વાસ, પ્રાણશક્તિનો (સ્થૂળથી સૂક્ષ્મ તરફ જવું) અભ્યાસ કરવો. એ દ્વારા અંતઃસ્ત્રાવી ગ્રંથિઓનું સંતુલન થશે અને પોતાના દૃષ્ટિકોણ અને આચરણમાં પરિવર્તન આવશે.
(૫) જ્ઞાન - દર્શન - ચારિત્રમાં સમાનતા લાવવી. અત્યારે તેમાં અસમાનતા છે, કારણ વાયુ, પિત્ત અને કફનું અસમતોલપણું (Imbalance). વાયુ ચિંતા કરાવે છે, પિત્ત ચંચળતા/ક્રોધ કરાવે છે. કફ શોક ઉત્પન્ન કરે છે. આ ક્રોધ, ભય, અહંકાર જેવા આવેગો આવે છે કારણ અંતઃસ્ત્રાવી ગ્રંથિઓના સ્ત્રાવમાં અસંતલુન. આ બધાના સંતુલન માટે આસન - પ્રાણાયામ - ધ્યાનના પ્રયોગો નિરંતર કરવા.
(૬) અમુક પ્રશ્નો અને દાંતો દ્વારા બાળકોને સાચી સમજણ આપવાની છે. દા.ત., ધર્મની જીવનમાં શી આવશ્યકતા છે? જેમ વૃક્ષનાં મૂળિયાં છે, એમ ધર્મ આપણા જીવનમાં છે, એટલે કે મૂળ મજબૂત છે, માટે વૃક્ષ અડીખમ છે. મૂળિયાંને પાણી પાઈશું તો વૃક્ષ ઘટાદાર બનશે, એમ જ ધર્મના મૂળિયાંના સિંચનથી જીવન સફળ બનશે. આવા બીજા પ્રશ્નો દ્વારા બાળકોના માનસને ચેલેન્જ કરવાનું છે, એની જિજ્ઞાસા વધારવાની છે. દા.ત., આ જગત કોણે બનાવ્યું ? ભગવાન કોણ છે ? ભગવાનને કોણે બનાવ્યા ? વગેરે દ્વારા તત્ત્વનો પરિચય આપી શકાય.
(૭) પ્રાણને જેટલો સૂક્ષ્મ કરાય એટલી એની શક્તિ વધતી જાય છે. પ્રાણ જેટલો સ્થૂળ હોય તેટલી એની શક્તિ ઓછી હોય. પ્રાણાયામ, ધ્યાન, મંત્રજપ દ્વારા સૂક્ષ્મ તરફ જવાનું છે.
ઉપરના પ્રયોગો દ્વારા સ્વાથ્ય, સુખની પ્રાપ્તિ, જ્ઞાનની વૃદ્ધિ અને શક્તિનો અનુભવ થશે. પછી સામાયિક, તપશ્ચર્યા સુધી પહોંચવું. જે ફકત ક્રિયા ન રહેતાં નિર્જરાનું સાધન બનશે. આમ, વ્યક્તિત્વને ઘડવાનું છે. એના માટે સમય કાઢી સાધના કરવી આવશ્યક છે. જેનશિક્ષણના લાભો :
(૧) ચિત્તની શુદ્ધિ થાય છે. રાગ-દ્વેષથી મુક્તિ મળે છે. ધર્મધ્યાન દ્વારા નવાં કર્મ બંધાતાં નથી. જૂના કર્મનો ક્ષય થાય છે. આ ધર્મધ્યાન એટલે જ્ઞિાનધારા-૩
૧૪૦ જૈન સાહિત્ય જ્ઞાનસત્ર-૩)