________________
આ દરેક ક્લાસમાં ઉંમર પ્રમાણે શીખવવાની પદ્ધતિમાં ફરક આવી શકે, પણ જૈન ધર્મના સિદ્ધાંતની શરૂઆત તો પ્રથમ વર્ગથી જ થાય. બીજું મહત્ત્વનું સૂચન એ છે કે, જે વખતે આ બાળકો અને યુવાનોના ક્લાસ ચાલતા હોય, તે જ વખતે એ જ જગ્યાએ માતા-પિતા, વડીલોના પણ ક્લાસ હોય (જૈનશિક્ષણના). દરેક ક્લાસમાં ઉંમર અને સમજણ અનુસાર શીખવવાની પદ્ધતિ તથા વિષયોમાં ફેરફાર કરી શકાય, પણ ક્યાંય પણ મૂળ સિદ્ધાંતમાં બાંધછોડ ન હોય. જનશિક્ષણની રૂપરેખાઃ
જૈનદર્શનના ચાર મૂળભૂત સિદ્ધાંતોને પાયા તરીકે લઈ શકાય ? (૧) અહિંસા : વિચાર, વાણી અને વર્તનમાં અહિંસા.
(૨) અનેકાંતવાદ: સત્યને અલગ અલગ દૃષ્ટિકોણથી જોઈ શકાય છે. ક્યાંય એકાંત કે જડતાને સ્થાન નથી.
(૩) અપરિગ્રહ : પોતાની જરૂરિયાત અને સંગ્રહખોરીમાં મર્યાદા.
(૪) કર્મ : આપણા જીવનની જવાબદારી ફક્ત આપણી જ છે, એના માટે કોઈને દોષિત ન ઠેરવાય.
આ ચાર સિદ્ધાંતોને ફક્ત થિઅરીની જેમ કહેવાને બદલે પ્રેક્ટિકલી આપણા જીવનમાં એને અપનાવવાના છે. ફક્ત ક્રિયાકાંડ નહિ પણ જ્ઞાન સાથેની ક્રિયા, આ જૈન-સિદ્ધાંતોમાં વિજ્ઞાન, મેનેજમેન્ટ અને સાયકોલૉજીના સિદ્ધાંતો વણાયેલા છે. માટે જૈન-સિદ્ધાંતોને આ ત્રણે દૃષ્ટિકોણથી મૂલવી, આચરણમાં મૂકવા પર ધ્યાન આપવું.
આ પાયો પાકો થાય પછી બીજા સિદ્ધાંતોનો સમાવેશ કરવો. આ ચાર મૂળભૂત સિદ્ધાંતોને જીવનમાં ઉતારવા, નીચેના મુદ્દાઓ ધ્યાનમાં લેવા :
(૧) આંતરિક વૈભવ વધારવો. સદ્ગુણો ખીલવવા પર ધ્યાન આપવું.
(૨) રોજ ૧૦ મિનિટનો સમય સ્વ-નિરીક્ષણ (Introspection) માટે આપવો. પોતાનાથી જે જે ભૂલો થઈ હોય, તેને સુધારવા પર ધ્યાન આપવું. પોતાના વિચારોની ગુણવત્તા (Quality) જોઈ એને ઊર્ધ્વગામી બનાવવા. વિચારોમાં ત્રણ તત્ત્વો લાવવાના છે. સત્ય (Truth), શુભ (Goodness) અને સુંદરતા (Beauty).
(૩) જૈનદર્શનમાં કર્મનો અર્થ ક્રિયા નહિ પરિણામ છે. સારા અને ખરાબ વિચાર કરીને વિશ્વમાંથી જે પરમાણુઓને આત્માએ પકડ્યા છે, (જ્ઞાનધારા -૩
૧૩૯ ર ન્ન જેન સાહિત્ય જ્ઞાનસત્ર-૩)