________________
(૬) ધીરજથી એની અંદર રહેલા હીરા(આત્મતત્ત્વ)ને પૉલિશ કરવાનો છે, જે અત્યારે “રફ” છે, જેથી એ પ્રકાશે.
(૭) એવું વાતાવરણ આપવું, જેથી એ પોતાના વિચારો, મંતવ્યો મુક્ત રીતે દર્શાવી શકે.
(૮) તેઓ પોતાની મર્યાદાઓને ભય વગર સ્વીકારી શકે અને પોતાની શક્તિઓને અહંકાર વગર જાણી શકે એવી તાલીમ આપવી.
(૯) એના નિર્ણયો જાતે જ લેવાની સ્વતંત્રતા સાથે જવાબદારી આપવી. (૧૦) ગમે એટલું નાનું કે નબળું બાળક હોય, એને માનથી બોલાવવું.
(૧૧) એનામાં ખૂબ આત્મવિશ્વાસ ભરવો, ઉત્સાહ અને પ્રેરણા આપવી (શિખામણ નહિ).
(૧૨) એક કહેવત છે - તમે જે સાંભળો છો, એ ભૂલી જાઓ છો. તમે જે જુઓ છો, એ યાદ રાખો છો. પણ તમે જે કરો છો, એ તમે શીખો છો,
એ તમારા વર્તનમાં આવશે. માટે બાળકો પાસે કરાવવાનું છે, ફક્ત કહેવાનું નથી.
(૧૩) બાળકને ક્યારેય એની અસફળતાથી મૂલવશો નહિ.
(૧૪) માતા-પિતા, વડીલો, શિક્ષકો પોતાના જીવનમાં જ પરિવર્તન લાવી, બાળકોને દૃષ્ટાંત પૂરું પાડી શકે છે (વાણી-વિચાર-વર્તનમાં સમાનતા).
જ્ઞાનધારા -૩ ક
૧૪૨
જૈન સાહિત્ય જ્ઞાનસત્ર-૩)