________________
આગળ ધપવાનું વધવાનું એને કારણ મળે છે, તેથી મહાન હિંસા બને છે. સમાજમાં ઘણાં અનિષ્ટો એમાંથી પાંગરે છે.”
આચાર્ય મહાપ્રજ્ઞજી આ સંદર્ભે હૃદય-પરિવર્તન પર ભાર મૂકે છે. અનુશાસન કેવળ દંડશક્તિ દ્વારા વ્યવસ્થા પરિવર્તનની વાત કરે છે. આ દંડશક્તિ એક સીમા સુધી આવશ્યક હોઈ શકે છે, પરંતુ જો હૃદય-પરિવર્તન ન થાય તો દંડશક્તિ દ્વારા કરવામાં આવી રહેલું આ વ્યવસ્થાનું પરિવર્તન અંતે સફળતામાં પરિણમશે નહિ કે સ્થાયી પણ બની શકે નહિ. એક સીમા સુધી દંડશક્તિ અને તેની સાથે સાથે હૃદય-પરિવર્તનનું લક્ષણ બંને સાથે સાથે ચાલે ત્યારે વ્યવસ્થામાં આમૂલ પરિવર્તન થઈ શકશે. વ્યવસ્થા બદલવાની સાથે વ્યક્તિનું હૃદય બદલવાની ક્રિયા સંયુક્ત રીતે ચાલે ત્યારે પરિવર્તનની ભાવના સાકાર થઈ શકે.
અધ્યાત્મયોગિની, પૂ. લલિતાબાઈ મહાસતીજીએ “પ્રાયશ્ચિત્તના ભાવો સમજાવતા કહ્યું છે કે – “ગુરુ કે પરમાત્માની સાક્ષીએ દોષદર્શન, પાપનું પ્રક્ષાલન, ગુના અને કર્મોની કબુલાત અને તે પાપોનું પુનરાવર્તન ન થાય તેના નિર્મળ હૃદયથી પ્રત્યાખ્યાન પ્રતિજ્ઞા માનવીને પ્રાયશ્ચિત્તની પુનિતગંગામાં સ્નાન કરાવી પાવન કરે તે જ, સાચું ભાવ પ્રતિક્રમણ છે. જે રાજ્ય, દંડ, ભય અને લાલચથી ન થઈ શકતું હોય તે અંતઃકરણના અનુશાસનને અનુસરવાથી સહજ બને છે.”
સ્વવિકાસ માટે અનુશાસન જરૂરી છે. ગિરિ પ્રવચનમાં ઈસુએ દસ આજ્ઞાઓ કરી...“જો કોઈ એક તમાચો તારા ગાલ ઉપર મારે તો બીજો ગાલ તું ધરજે...!” એનો અર્થ એ કે જનસમાજમાં મોટે ભાગે એવા માનવીઓ હતા કે એક તમાચો મારવા જેટલી જ ભૂલ કરી શકે, પેલી વ્યક્તિ સજા માટે ગાલ ધરે, પરંતુ સામેવાળો બીજો તમાચો મારવા જેટલી હિંમત ન કરે. આ હતી એ સમયના માનવીના હૃદયની ઋજુતા.
કોઈપણ ગુનાહિત કૃત્ય આચરતાં પહેલાં જાગૃતિ રહે કે કર્મબંધ એ જ સજા છે. એક વિશ્વવ્યાપી, સ્વયંસંચાલિત અભુત કાયદાનું ન્યાયતંત્ર અસ્તિત્વમાં છે, તેનું સ્મરણ રહે તો જીવનમાં નિર્મળતા વધે અને કર્મના અટલ કાયદામાં શ્રદ્ધા જાગે તો આપણા હૃદયમાં કરુણાના ભાવ પ્રગટાવશે અને સહજ બનશે.
'11
(જ્ઞાનધારા -૩
જ્ઞાનધારા - ૩
= ૧૨૨
# જેન સાહિત્ય જ્ઞાનસત્ર-
સાહિત્ય જ્ઞાનસત્ર-૩