________________
સાંપ્રત પ્રવાહમાં બાળકો અને યુવાનો | માટે ધામિક જનશિક્ષણની રૂપરેખા
પૂજ્ય શ્રી નમ્રમુનિજીનાં આજ્ઞાનુવર્તી પૂ. ડો. ડોલરબાઈ સ્વામી પૂ. ડોલરબાઈ સ્વામી, ગોં.સં.નાં મુક્ત લીલમ પરિવારના શિષ્યા તથા સુંદર વક્તા છે.
આજના આ સાંપ્રત પ્રવાહમાં આપણે સૌ કોઈ જાણીએ છીએ કે જગતના ધર્મોમાં જૈન ધર્મ અત્યંત પ્રાચીન અને વિશ્વધર્મ બનવાની ક્ષમતા ધરાવનાર ધર્મ હોવા છતાં જૈન ધર્મને જ જન્મથી પામેલાં બાળકો અને યુવાનો ધર્મથી દૂર થતાં જાય છે, તો ક્યાંક વિમુખ થતાં જાય છે, તેનાં ઘણાં બધાં કારણો છે. જો આ કારણોને પહેલાં જોઈશું તો આપોઆપ તેના નિવારણનો વિચાર સામૂહિક ભાવોથી લાવવા સક્ષમ બનીશું તો જરૂર જૈનત્વની જ્યોતને ભાવિ પેઢીના દિલમાં ઝળહળતી રાખવા સફળ થઈશું.
આપણે જાણીએ છીએ કે આજનાં બાળકો અને યુવાનો માટે અનેક પ્રલોભનો ટી.વી., વીડિયો, ઓડિયો, વેબસાઇટ, ડીઝીટલ કેમેરાનાં અનેકવિધ આકર્ષણો, ફિલ્મો, ગેમ્સ, મનોરંજનનાં અનેક સાધનો, કૉપ્યુટર, ઈન્ટરનેટ અને આ બધાથી વિશેષ જીવન સાથે નહિ પણ શ્વાસ સાથે જોડાયેલ કહીશ તો અતિશયોક્તિ નહિ લાગે, તેવા મોબાઈલના ઉપયોગથી વિશ્વ નાનું બન્યું છે. અંગ્રેજી ભાષાનો ઉપયોગ વધ્યો છે. તે સાથે ઇન્ટરનેટનાં માધ્યમો સાથે સ્ટડી કરવાનો, યુવાનોને મળતું સ્કૂલ અને કૉલેજોનું મુક્ત વાતાવરણ, નાનાં બાળકોને બધા જ પ્રકારની એક્ટિવિટીઝ કરાવવામાં પણ આડોશી-પડોશીઓની હરીફાઈ, મમ્મીઓની હરીફાઈ, દેખાદેખી - આ બધા વચ્ચે આજનું યુવાધન રોળાઈ રહ્યું છે અને બાળમાનસ યંત્રવત્ બની જતું જોવા મળે છે. આ સમયે તેઓને ધર્મના માર્ગે વાળવા, ધાર્મિક શિક્ષણથી શિક્ષિત કરવા અત્યંત જરૂરી છે પણ તે માટેનો પ્રયત્ન તો ઘરથી જ કરવો પડશે.
* ૧. સૌ પ્રથમ માતાપિતાએ ધાર્મિક બનવું પડશે. કહેવત છે - “કૂવામાં હોય, તો હવાડામાં આવે.” બાળક જેવું જોશે તેવું જ ગ્રહણ કરશે. ઘરમાં જ જો રોજ પ્રાર્થના થતી હોય, સત્સંગની વાતો થતી હોય તો બાળક એ શીખશે, ગ્રહણ કરશે. માતા-પિતા ઉપાશ્રયે આવવા ખાતર જ નહિ, શ્રદ્ધા(જ્ઞાનધારા-૩
૧૨૩ - જૈન સાહિત્ય જ્ઞાનસત્ર-૩)