________________
આ અંગેનો કેસ એમની જ અદાલતમાં આવતા આરોપી હાથમાં ન આવતા, પોલીસે ભળતા માણસને આરોપી તરીકે ઊભો કરી દીધો ! ન્યાયાધીશે તેનો ચહેરો જોઈને જ નક્કી કરી લીધું કે હત્યારો તો આ નથી, પરંતુ પોલીસે પોતાની ઇજ્જત બચાવવા માટે ભળતા માણસને મારી-પીટીને ખૂની તરીકેની કબૂલાત કરાવીને પાંજરામાં ઊભો કરી દીધો છે.
વળી, વકીલ પણ એવો બાહોશ નીકળ્યો કે તેણે પોતાનું બધું જ બુદ્ધિકૌશલ વાપરીને તે માણસને ખૂની તરીકે સાબિત કરી દીધો.
-
જજ તો સ્તબ્ધ થઈ ગયા. આંખો ના પાડે છે કે ‘આ વ્યક્તિ હત્યારો નથી,’ કાયદો કહે છે - ‘તે હત્યારો જ છે.’ નિર્દોષ ઉપર સજાનું જજમેન્ટ લખતા જજ ત્રાસી ગયા. પરંતુ ન્યાયાધીશને ધર્મમાં શ્રદ્ધા હતી, તે જાણતા હતા કે મનુષ્ય ભૂલ કરે, પરંતુ કર્મસત્તાનું સુપર કૉમ્પ્યુટર કદી ભૂલ ન કરે.
તેઓ પેલા આરોપીને ચેંબરમાં લઈ ગયા. સાચી હકીકત જણાવવાનું કહેતાં તે રડી પડ્યો. પોતાની નિર્દોષતા અને પોલીસના દમનનું વર્ણન કર્યું. જજે પૂછ્યું : “આ પૂર્વે તે કોઈનું ખૂન કરેલ ?” આરોપીએ કહ્યું : “હા, મેં બે ખૂન કરેલાં, પરંતુ હોશિયાર વકીલને કારણે હું નિર્દોષ છૂટી ગયો.’” આ સાંભળી જજના મનને શાંતિ થઈ. સાથે વિશ્વના અદૃશ્ય અદ્ભુતકર્મના સ્વયંસંચાલિત ન્યાયતંત્ર પરત્વે શ્રદ્ધા દૃઢ બની.
રાજ્ય અને સમાજ દ્વારા ચાલતાં ન્યાયાલયો જરૂરી છે જ, પણ જ્યારે તેમાં ન્યાય ન મળે ત્યારે એ ચિંતન કરવાનું કે સર્વોપરી અદાલતો કર્મના કાનૂનની છે. આ વિચારધારા નિમિત્તને દોષ ન દેતા કર્મોદયને દોષી ગણશે. તેથી આર્તધ્યાન અને રૌદ્રધ્યાનથી બચી શકશે. સંયોગોથી સ્વભાવ પર દૃષ્ટિ જશે, તેથી મનને શાંતિ મળશે.
ભાલનળકાંઠા વિસ્તારમાં એક રાજકીય આગેવાન સમાજસેવીની હત્યા થઈ. તે વખતે સાંપ્રત દંડનીતિ પરત્વે મુનિશ્રી સંતબાલજીએ વ્યથા કરી હતી કે - ખૂનીઓને કોર્ટ પૂરેપૂરી તહોમતદાર ઠરાવે તો શારીરિક સજા સિવાય કોર્ટ બીજું શું કરવાની છે ? એ થાય તોય અમારા જેવાને તો રોવાનું છે, કારણ કે શારીરિક સજાથી ગુનેગાર સુધરતો નથી અને હિંસા થાય છે. જો શંકાનો લાભ આપી છોડી મૂકે તો સમાજમાં એ પ્રત્યાઘાત પડવાનો છે કે - ‘આવા મોટા માણસનું ધોળે દહાડે ખૂન કરનાર પણ છૂટી જઈ શકે છે. આમાં પ્રથમ કરતાં બીજામાં વધુ ભયંકર હિંસા છે, કારણ કે તેમાં ખૂની સ્થૂળ રીતે સજા નથી ભોગવતો, પણ અભિમાની અને સમાજઘાતક દિશામાં
જ્ઞાનધારા -૩
જૈન સાહિત્ય જ્ઞાનસત્ર-૩
૧૨૧
-