________________
(૧) પિંડસ્થ - પિંડસ્થ એટલે શરીર અને તેમાં રહેનાર અમૂર્ત આત્માનું ધ્યાન. જૈનશાસ્ત્રોમાં પિંડસ્થ ધ્યાન કરવાનું વિધિવિધાન છે. જેના આશ્રય થકી આત્મા પોતાના સ્વભાવમાં આવે છે. (૨) પદસ્થ- એટલે મંત્રનું પદ- જેનું ધ્યાન ધરવાથી શક્તિ જાગૃત થાય છે. દા.ત. ૐકારનું ધ્યાન (૩) રૂપસ્થ ધ્યાન - આ ધ્યાનનો વિષય મૂર્તિ, ચિત્ર ઈત્યાદિ છે. જેના પર મનને એકાગ્ર કરી ધ્યાન કરવાનું છે. (૪) રૂપાતીત ધ્યાન એટલે અમૂર્ત, અનંતજ્ઞાની સિદ્ધપરમાત્માનું ધ્યાન આમ ધ્યાન ધરતા સાધક સિદ્ધાત્મામાં લીન થઈ જાય છે. શુદ્ધ આત્મસ્વરૂપ શુલ ધ્યાન તરફ આ અવસ્થા લઈ જાય છે.
શુક્લ ધ્યાન - શ્રુતના આલંબનથી અથવા આલંબન વિના, દ્રવ્યો અને તેના પર્યાયોના યથાર્થ ચિંતનમાં એકાગ્રતા તેમ જ આત્મા આત્માને આત્મા વડે જાણે તે શુકલધ્યાન છે તે અંતે મોક્ષનું કારણ છે તેથી ચરમ કોટિનું ધ્યાન છે.
ધ્યાનથી શાંતિ, સ્થિરતા વગેરે પ્રાપ્ત થાય છે, તનાવમુક્તિ થાય છે. ઐહિક લબ્ધિઓ ધ્યાનીને સહજ પ્રાપ્ત થાય છે. ધ્યાનનું ખરું મહત્ત્વ એ છે કે ધ્યાન ઓછી વધુ એકાગ્રતાથી થાય તો પણ તે વખતે મનનો ઉપયોગ શુભભાવમાં હોવાથી શુભ આશ્રવ થાય છે. ધ્યાનનું ફળ સમતા છે. ધ્યાનીને તે સ્વાભાવિક પ્રાપ્ત થાય છે. વર્તમાન કાળે ચોથાથી સાતમા ગણસ્થાનક સુધી ધર્મધ્યાન હોય છે. પછી ક્ષેણી શરૂ થાય છે.ભગવાન મહાવીર પરમ ધ્યાનયોગી હતા. આત્મામાં પ્રતિષ્ઠિત થવા માટે ધ્યાન છે. એ માટે જરૂરી છે આત્મજ્ઞાન. વ્યક્તિ શરીરથી પોતાની ભિન્નતા સાબિત કરી આત્મામાં સ્થિત થઈ જાય.
વર્તમાનકાળે પ્રેક્ષાધ્યાનપદ્ધતિના પ્રયોગ ચાલી રહ્યા છે. પ્રેક્ષાધ્યાન ભેદવિજ્ઞાનના બોધ માટે મહત્ત્વનું છે. વળી અનુપ્રેક્ષા ધ્યાન એ પ્રેક્ષા ધ્યાનનું
ગંજ્ઞાનધારા-૧=
=
૮૦
-
જેનસાહિત્ય જ્ઞાનસત્ર-૧=