________________
પરભાવોની ઈચ્છાના ત્યાગવડે સ્વરૂપમાં વિજયન કરવું એતપ છે. આચાર્ય અમૃતચંદ્ર પણ તત્ત્વદીપિકામાં આ જ કહ્યું છે - ધ્યાન તપ પામી આત્મા પરમાત્મા બની શકે છે. પુરૂષાર્થ સિદ્ધિ ઉપાયમાં અમૃતચંદ્ર એકાગ્ર ચિત્તે પંચપરમેષ્ઠી અને આત્માનું ધ્યાન કરવું તેને ધ્યાન કહે છે. ધર્મધ્યાન શુભ ધ્યાન છે અને શુક્લ ધ્યાન શુભ અને શુદ્ધધ્યાન છે. આચાર્ય હરિભદ્રસૂરીએ કહ્યું છે - સાતમી પ્રભાષ્ટિ ધ્યાન પ્રિયા હોય છે અને યથાર્થ આત્માનુભવયુક્ત હોય છે – (યોગદષ્ટિ સમુચ્ચય)
જૈનધર્મની સાધનાનું કેન્દ્રબિંદુ છે – આત્મા. ધ્યાનસાધનાથી આત્મશક્તિ પ્રગટ થતી જાય છે, અનેક પ્રકારના અનુભવો થાય છે અને લબ્ધિઓ પ્રગટે છે અને અનંત ભવના બાંધેલાં કર્મોનો પણ ક્ષય થાય છે(ધ્યાનાગ્નિના દહયતે કર્મ) માટે મોક્ષાર્થી જીવોએધર્મધ્યાન અને શુક્લધ્યાનની સાધના અવશ્ય કરવી જોઈએ. જૈન દર્શનનો સાધનામાર્ગ આચારાંગમાં જોવા મળે છે, શ્રી હેમચંદ્રાચાર્યે આચાર્ય હરિભદ્ર ધ્યાન વિષે વિવેચન કર્યું છે. ત્યાર પછી આનંદઘનજી, ચિદાનંદજી, યશોવિજયજી, રાજચંદ્રજ્ઞાનના અભ્યાસી હતા. શુભચંદ્ર જ્ઞાનાર્ણવના પ્રારંભમાં ઋષભદેવને એક યોગી તરીકે વંદન કર્યા છે. ઉપમિતિભવપ્રપંચમાં ધ્યાનયોગને દ્વાદશાંગીનો સાર કહ્યો છે.
| ધર્મધ્યાન -આત્માને આત્મસ્વરૂપનું ચિંતન અથવા એ ચિંતનની અનુકૂળતામાં કારણરૂપ દેવગુરુધર્મની આરાધના એ ધર્મધ્યાન છે. ધર્મક્રિયાઓ જેવી કે સામાયિક, દેવદર્શન પૂજન વગેરે કરવા છતાંધર્મધ્યાન જીવનમાં દુષ્કર છે – અનાદિકાળથી વર્તતી અજ્ઞાનદશાને કારણે આત્માને આત્મા તરફ લક્ષ થતું નથી. જે ક્ષણે આત્માને પોતાના ઘરનું ભાન થવા માટે બીજ રોપણ થાય છે તે ક્ષણથી ધર્મધ્યાનની શરૂઆત થાય છે. આ પ્રકારનું ધ્યાન આત્મિક શક્તિ પર આધારિત છે. ધર્મધ્યાન વડે આત્મા સંવર અને સકામ નિર્જરા કરે છે, પુણ્યાનુબંધી પુણ્ય ઉપાર્જન કરે છે અને શુક્લ ધ્યાનનો અધિકારી બને છે. ધર્મધ્યાનના પિંડસ્થ, પદસ્થ, રૂપથ અને રૂપાતીત એ ચાર ભેદ છે.
જ્ઞાનધારા-૧
જેનસાહિત્ય જ્ઞાનસત્ર-૧=