________________
મહત્વપૂર્ણ અંગ છે. પ્રેક્ષાધ્યાનની પદ્ધતિ જનસમૂહ સમક્ષ મૂકવાનું શ્રેય આચાર્ય તુલસીને અને આચાર્ય મહાપ્રજ્ઞને જાય છે. પ્રેક્ષા એટલે જોવું. પ્રેક્ષાધ્યાનનો ઉપદેશ છે આત્માનો સાક્ષાત્કાર. તેમાં શ્વાસપ્રેક્ષા, લેડ્યાધ્યાન, શરીરપ્રેક્ષા વગેરેના પ્રયોગો કરવામાં આવે છે. આ ધ્યાન કાયોત્સર્ગ પર આધારિત છે.
અરિહંતચેઈયાણ સૂત્રમાં કાયોત્સર્ગ કઈ રીતે કરાય તેનું માર્ગદર્શન છે. કાયોત્સર્ગએ માત્ર સૂત્રો બોલી જવાની સામાન્ય ક્રિયા નથી પરંતુ મનમાં બોલતા શબ્દના મર્મને પકડી તેમાં એકાગ્ર થઈ જવા માટેની એક વિશિષ્ટ પ્રક્રિયા છે. કાયોત્સર્ગશ્રદ્ધાથી કરવાનો છે પરંતુ જડતાથી નહીં. આ સૂત્રમાં પરમાત્માની ભક્તિ આદિના ફળ રૂપે બોધિ અને બોધિના ફળરૂપે મોક્ષને પ્રાપ્ત કરવા પ્રણિધ્યાનપૂર્વક કાઉસગ્નમાં કેમ રહેવું તેનો સંકલ્પ કરાયો છે. જેમ શ્રદ્ધા, મેઘા, ધૃતિ, ધારણા, ભક્તિ વગેરેનો સમાવેશ થાય છે. ચૈત્યવંદન એટલે અપેક્ષાએ એકાગ્રતાપૂર્વક શુભધ્યાનમાં લીન થવાની ક્રિયા - જે કાયોત્સર્ગ જ છે. તેથી કહ્યું છે કે જ્યારે સાધકપરમાત્મા સાથે તાદાભ્ય ભાવ સાધવા પ્રયત્ન કરે છે ત્યારે મહાઆનંદ પ્રાપ્ત કરે છે અને અનુભૂતિ કરે છે - "હમ મગન ભયે પ્રભુ ધ્યાનમેં ધ્યાનમેં... બીસર ગઈ દુવિધા તન-મન કી, અવિરાસતગુણગાન મેં..” એમ પણ કહ્યું છે - આતમ ધ્યાન ભરતચકી લહ્યો ભવન અરિસા જ્ઞાન . વળી તેઓ એમ પણ કહે છે "અજપા જાપ સોહં સુસમરન કર અનુભવ રસપાન".
(ચિદાનંદ બહોંતી). "કેમકે આપ આપ વિચારતા મન પામે વિસરામ રસસ્વાદ સુખ ઉપજે અનુભવ તકો નામ (૫દ ૨૪)”
જ્ઞાનધારા-૧
( ૮૧
જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૧૬