________________
છે અને કાયોત્સર્ગનું મુખ્ય ધ્યેય કાયાની ચંચળતા- અસ્થિરતાને રોકવાનું છે. ગૌણ રૂપથી જોવામાં આવે તો ધ્યાન અને કાયોત્સર્ગનો પારસ્પરિક સંબંધ છે. જેમકે - ધ્યાનાવસ્થામાં શરીરને સ્થિર રાખવું આવશ્યક છે તો કાયોત્સર્ગમાં મનની એકાગ્રતા પણ એટલી જ જરૂરી છે.
૭.૩) લોગસ્સ શા માટે?
લોગસ્સનું ધ્યાન કરતા પહેલાં એનો હેતુ દર્શાવવા 'ઈર્યાપથિક સૂત્ર અને કાયોત્સર્ગ-પ્રતિજ્ઞા (તસ્સ ઊત્તરી...) પાઠોનું વિધાન છે. ઈર્યાપથિક સૂત્રમાં જીવહિંસાના પાપથી નિવૃત્ત થવા માટેનો સંકલ્પ છે. રસ્તામાં ચાલતા સમયે મેં બસ અથવા સ્થાવર જીવની કોઈપણ પ્રકારે વિરાધના કરી હોય, દુઃખી કર્યા હોય, મૃત:પ્રાય કર્યા હોય, ભયભીત કર્યા હોય, વાવ પ્રાણથી રહિત કર્યા હોય, તો મારા એ પાપોનું ફળ નિષ્ફળ થાઓ, પોતે કરેલાં પાપોનું ખરા હદયથી પ્રાયશ્ચિત કરવા માટે આ સૂત્રમાં હદયગ્રાહી ઉપદેશ છે.
"પરંતુ ફક્ત'મિચ્છામિ દુક્કડ' કહેવાથી જ મારો આત્મા નિર્મળ ન થયો હોય તો એને (તસ) અધિક નિર્મળ કરવા માટે, શ્રેઉત્કૃષ્ટબનાવવા માટે (ઊત્તરી કરણેણ), પ્રાયશ્ચિત - આલોચના કરવા માટે (પાયચ્છિત્ત કરણેણં), પાપ-કર્મોનો નાશ કરવા માટે(પાવાણં કમ્માણનિષ્ણાયણટ્ટાએ) હંકાયોત્સર્ગ કરું છું." ૭.૪) ત્યારબાદ ચોવીસ ભગવાનની સ્તુતિનો નિર્દેશ છે જે કાયોત્સર્ગ – ધ્યાનાવસ્થામાં કરવાની હોય છે. એમાં ભાવના ભાવવાની છે કે: "(વિહુઅરયમલા) -પાપ તથા રાગ-દ્વેષ રૂપી રજ રહિત અને કષાયરૂપી મલ રહિત હે તીર્થકર ભગવાન મારા કીર્તન, વંદન અને પૂજનથી પ્રસન્ન થાઓ. મને આરોગ્ય-સમ્યકત્વનો લાભ આપો અને આધિ, વ્યાધિ, ઉપાધિથી સમાધિ તરફ જઈ શકું એવું શ્રેષ્ઠ વરદાન આપો.મારામાં ચારિત્રની નિર્મળતા, આત્માની ઉજ્જવળતા અને ગુણોની ગંભીરતા પ્રગટ
થાય.”
જ્ઞાનધારા-૧
જેનસાહિત્ય જ્ઞાનસત્ર-૧=