________________
નિર્મલ પ્રણિધાન – સમાધિ અવસ્થાને શુક્લધ્યાન કહેવાય છે. ઉપરમાંથી
-
પ્રથમ બે પ્રકારનું શુક્લધ્યાન પૂર્વજ્ઞાનધારી શ્રુતકેવલીને થાય છે. બાકી બે માત્ર કેવલી ભગવાનને થાય છે.
આ ચાર ભેદો આ પ્રમાણે છે :
૧) પૃથક્કવિતર્ક સવિચાર – કોઈ પણ એક વસ્તુને ધ્યેય બનાવીને બીજા બધા પદાર્થો એનાથી ભિન્ન છે એમ ચિંતન કરવું એ પૃથવિતર્ક છે. એમાં અર્થ, શબ્દ અને યોગ પર પરિવર્તન (એકમાંથી બીજા પર જવું) થવાથી એ સવિચાર કહેવાયછે. એ ત્રણે યોગવાળાને થાય છે. ૨)એકત્વવિતર્ક અવિચાર – એકત્વનું ચિંતન કરવું, જેમાં કોઈ પરિવર્તન નથી થતું એટલે એ અવિચાર ધ્યાન છે.
સૂક્ષ્મક્રિયા અપ્રતિપાતિ – ૧૩મા ગુણસ્થાનની અંત ભાગમાં જે ઉચ્છવાસ નિઃશ્વાસની સૂક્ષ્મક્રિયા બાકી રહે છે, જેનું પતન નથી થતું. એમાં માત્ર કાયયોગ હોય છે.
૪) સંમૂર્છિનક્રિયા અનિવૃત્તિ – આમાં ત્રીજા પ્રકારની સૂક્ષ્મક્રિયા પણ નથી રહેતી - વિચ્છિન્ન થઈ જાય છે. આમાં અયોગી અવસ્થા, જેની નિવ-ત્તિ નથી હોતી, તે પ્રાપ્ત થાય છે.
(૭) ચઉવીસત્થવ અને ધ્યાન
7.1) 'ચતુવિશતિસ્તવ' - આવશ્યક સૂત્રમાં
'ચઉવીસત્થવ' ધ્યાનનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. એમાં ચોવીસ તીર્થંકરોની સ્તુતિ છે, એટલે એને' ઉક્કિતણું-ઉત્કીર્તનમ્'પણ કહેવામાં આવે છે. એમાં પહેલો શબ્દ 'લોગસ્સ' હોવાથી લોકભાષામાં એને માટેએજ પ્રચલિત શબ્દ ઉપયોગમાં લેવામાં આવે છે. સામાન્ય વિધિ અનુસાર 'લોગસ્સ'નું ધ્યાન કાયોત્સર્ગ (કાઉસગ્ગ)ની મુદ્રામાં કરવામાં આવે છે.
૭.૨ કાયોત્સર્ગ અને ધ્યાન
-
કાયોત્સર્ગ એટલે કાયાનો ઉત્સર્ગ કરવો. શરીરની પ્રવૃત્તિઓને સ્થિર કરવી. ધ્યાન અને કાયોત્સર્ગમાં ફરક છે. ધ્યાનનું મુખ્ય ધ્યેય મનને એકાગ્ર કરવાનું
જ્ઞાનધારા-૧
જ
જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૧=