________________
૬.૫) ધર્મેધ્યાન આવ્યંતર તપ સાધના માટે ધર્મેધ્યાનની સાધના કરવાની હોય છે. એ યાદ રાખવું જોઈએ કે આ ધ્યાનનું નામ ધર્મધ્યાન નથી પણ ધર્મેધ્યાન છે. એની પરિભાષા તત્ત્વાર્થસૂત્રમાં આ પ્રમાણે કરી છેઃ"આજ્ઞા - અપાય - વિપાક- સંસ્થાન વિચય - ધમર્મ” (૯/૩૬) આમ ધરૂંધ્યાન ૪ પ્રકારના છે? (૧) આજ્ઞાવિચય - આગમની પ્રમાણતાથી અર્થનો વિચાર કરવો. એટલે કે આગમળ્યુતમાં પ્રતિપાદિત તત્વને ધ્યેય બનાવી એમાં એકાગ્ર થઈ જવું.
(૨) અપાયરિચય -સંસારી જીવોના દખોનું અને એમાંથી છૂટવાના ઉપાયનું ધ્યાન કરવું. આ ધ્યાનમાં રાગ-દ્વેષ આદિ દોષોના ઉત્પત્તિ હેતુ અને એના ઉપાય હેતુને ધ્યેય બનાવી એકાગ્ર થઈ જવાનું હોય છે.
(૩) વિપાકવિચય - કર્મોના ફળનો વિચાર કરી અને ધ્યેય બનાવી એકાગ્ર થવું. (૪) સંસ્થાનવિચય-લોકના આકારનો તથા દ્રવ્યની વિવિધ આકૃતિઓ તથા પર્યાયોને ધ્યેય બનાવી એનો એકાગ્રતાથી વિચાર કરવો. ધર્મનો અર્થ છે – વસ્તુનો સ્વભાવ, ઉપર મુજબ ધ્યેય ઉપર વિચાર કરતી વખતે સ્વસમુખતાને લીધે જેટલી આત્મપરિણામોની શુદ્ધતા થાય તે નિશ્ચય ધર્મધ્યાન છે. પણ જે વ્યવહારધર્મધ્યાન છે તે શુભભાવ છે. શુભપરિણામરૂપ ધર્મધ્યાનથી ચિત્તની ઉશૃંખલતાપર અંકુશ લાગે છે. એ સત્યનો સાક્ષાત્કાર કરવાની પ્રક્રિયા છે. આત્માનુશાસનને ઉજાગર કરવાનું પ્રબળ સાધન છે.
૬૬) શુક્લધ્યાનઃ તત્ત્વાર્થસૂત્રમાં એની પરિભાષા કરવામાં આવી છે; પૃથકત્વ એકત્વવિતર્ક સૂક્ષ્મક્રિયા પ્રતિપાતિ વ્યુપરતક્રિયા નિવર્તન (૯/૯), જૈન સિદ્ધાંતદીપિકામાં પણ એની વ્યાખ્યા કરવામાં આવી છેઃ "પૃથકત્વવિતર્કવિચાર, એકત્વવિતર્ક અવિચાર, સૂક્ષ્મક્રિયા અપ્રતિપાતિ, સંમૂર્ઝિનક્રિયા અનિવૃત્તિની શુકલમ” (૬/૪૪)
જ્ઞાનધારા-૧
૭૩
જેનસાહિત્ય જ્ઞાનસત્ર-૧e