________________
ધ્યાનની વ્યાખ્યા કરી છે. 'એકાગ્ર મનઃસન્નવેશનં યોગનિરોધો વા ધ્યાનમ્' (૬/૪૧). આના ઉપરથી એમ જાણવા મળે છે કે જૈન પરંપરામાં ધ્યાનનો. સંબંધ ફક્ત મન સાથે નહીં પણ ત્રણે યોગ – મન, વચન, અને કાયા સાથે છે. આવશ્યક નિર્યુક્તિમાં કહ્યું છે કે નિરંજન દશા, નિષ્પકંપ દશાને ધ્યાન કહેવાય છે (૧૪૬૭-૭૮). કેવલજ્ઞાનીને ફક્ત નિરોધાત્મક ધ્યાન થાય છે જ્યારે અન્યને એકાગ્રાત્મક અને નિરોધાત્મક એમ બન્ને પ્રકારના ધ્યાન થાય છે.
૬.૩) ધ્યાનના અધિકારીઃ વાચક ઉમાસ્વાતિજીએ તત્ત્વાર્થસૂત્રમાં ધ્યાનની પરિભાષા કરી છે તે મુજબ ૪ વાત નોંધવા જેવી છે. (૧) ઉત્તમસંહનનધારી (જેની દેહરચના ઉત્તમ છે) પુરુષ ધ્યાતા છે. (૨) એકાગ્ર ચિંતા અથવા યોગનિરોધ ધ્યાન છે.
(૩) જે એક વિષયને મુખ્ય બનાવે, જેના પર ચિત્ત એકાગ્ર થાય તે ધ્યેય છે અને
(૪) અન્તર્મુહૂર્ત એ ધ્યાનનો ઉત્કૃષ્ટ સમય છે. શરીરધારીને વધુમાં વધુ ૪૮ મિનિટ સુધી ધ્યાન ટકી શકે છે અને અન્ય શરીરને એનાથી ઓછા સમય સુધી ધ્યાન રહી શકે છે.
અષ્ટપ્રાભૂતના મોક્ષપ્રાભૂતમાં કહ્યું છે કે જીવ આજે પણ રત્નત્રયી દ્વારા શુદ્ધાત્માનું ધ્યાન કરીને સ્વર્ગલોક યા લોકાંતિક દેવત્વ પ્રાપ્ત કરી ત્યાંથી મનુષ્ય થઈને મોક્ષ પ્રાપ્ત કરી શકે છે (ગાથા ૭૭), એટલે કે અનુત્તમ સંહનનવાળા જીવો પણ ધ્યાન કરી શકે છે.
૬.૪) ધ્યાનના પ્રકાર ઃધ્યાનના મુખ્ય બે પ્રકાર છેઃ
અપ્રશસ્ત એટલે અશુભધ્યાન અને પ્રશસ્ત એટલે શુભધ્યાન. અપ્રશસ્ત ધ્યાનના બે ભેદ છેઃ આર્તધ્યાન અને રૌદ્રધ્યાન તથા પ્રશસ્ત ધ્યાનના બે ભેદ છે. ધર્મધ્યાન અને શુક્લ ધ્યાન. આમાં આર્તધ્યાન અને રૌદ્રધ્યાન કર્મબંધના કારણ છે જ્યારે ધર્મધ્યાન અને શુક્લધ્યાન કર્મ નિર્જરાના કારણ
છે.
જ્ઞાનધારા-૧
७२
જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૧