________________
૪.૩) વિક્રમની ચોથી-પાંચમી શતાબ્દીમાં પૂજ્યપાદ દેવનંદીના 'સમાધિતંત્ર” અને ઈષ્ટોપદેશમાં આધ્યાત્મિક અનુભૂતિનું અસ્મલિત જ્ઞાન જોવા મળે છે ૪.૪) ત્યારબાદ આઠમી શતાબ્દીમાં આ. હરિભદ્રસૂરીએ જૈનયોગમાં નવા અધ્યયનો સૂત્રપાત કર્યો. એમણે તત્કાલીન યોગપદ્ધતિ અને પરિભાષાઓનો જૈન પદ્ધતિએ સમન્વય કરી જૈન યોગને નવી દિશા, જે એમના જાણીતા ગ્રંથો- યોગબિંદુ, યોગદષ્ટિસમુચ્ચય, ચોગશતક, યોગવિંશિકા,આદિમાં જોવા મળે છે. એમણે કરેલું વર્ગીકરણ સ્વતંત્ર છે. એના પાંચ પ્રકાર છેઅધ્યાત્મ, ભાવના, ધ્યાન, સમતા અને વૃત્તિસંક્ષેપ (યોગબિંદ- ૩૧) ૪.૫)વિક્રમની અગિયારમી સદીમાં આચાર્ય શુભચંદ્રજ્ઞાનાર્ણવની રચના કરી. આ શતાબ્દીમાં જૈનયોગ અષ્ટાંગયોગ, હઠયોગ અને તંત્રશાસ્ત્રથી પ્રભાવિત થયેલો જોવા મળે છે. પિંડસ્થ, પદસ્થ, રૂપસ્થ અને રૂપાતીત - એમ ચાર પ્રકારના ધ્યાનો વિષે 'નવચકેશ્વર યંત્ર', 'ગુરુગીતા', આદિમાં વર્ણન મળે છે. 'નવચક્રેશ્વર યંત્રમાં ચાર પ્રકારનાધ્યાનને જાણનારને ગુરુ કહેવામાં આવ્યા હતા -
પિંડ પદં તથા રૂપ, રૂપાતીત ચતુમ્;
યો વા સમ્ય વિજાનાતિ, સગરુ પરિકીર્તિતઃ. ગુરુગીતામાં પિંડનો અર્થ કુંડલિની શક્તિ, પદનો અર્થ હંસ, રૂપનો અર્થ બિંદુ અને રૂપાતીતનો અર્થ નિરંજન કરવામાં આવ્યો છે.
પિંડ કુંડલિની શક્તિ , પર્દ હંસઃ પ્રકીર્તિત
રૂપ બિંદુરીતિ શેય, રૂપાતીત નિરંજનમ. જૈન આચાર્યોએ આ ચાર પ્રકારના વર્ગીકરણનો સ્વીકાર કર્યો છે, પણ એનો અર્થ પોતાની પરિભાષા અનુસાર કર્યો છે. ચૈત્યવંદન-ભાષ્ય” માં કહ્યું છે
"ભાવેજ અવસ્થતિય, પિંડથ પયત્વ રૂવરહિયાં;
છઉમથ કેવલિત્ત, સિદ્ધહ્યું ચેવ તસત્યો.“ભાષ્યકારે આમાં છપ્રસ્થ, કેવલી અને સિદ્ધ - આ ત્રણ ધ્યેય માન્યા છે અને એ વિષયના ધ્યાનને ક્રમશઃ પિંડસ્થ, પદસ્થ અને રૂપાતીત કહ્યાં છે.
જ્ઞાનધારા-૧
૬૭
જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૧E