________________
ધ્યાનની સાધનાના કાળમાં ભગવાને મૌનની, નિદ્રાવિજયની અને ભૂખ-તૃષા વિજયની પણ અદ્ભુત સાધના કરી હતી. મન-વચન-કાયાથી નીરવ થઈ ધ્યાનના સ્વરમાં વિલીન થઈ જતા.
(૩) આગમમાં સાધનાપદ્ધતિ
સૌથી પ્રાચીન આગમ આચારાંગમાં સાધનાપદ્ધતિનું અતિ સૂક્ષ્મ અને માર્મિક પ્રતિપાદન થયેલું. સૂત્રકૃતાંગ, ભગવતી અને સ્થાનાંગમાં પ્રકીર્ણરૂપે ભાવના, આસન, ધ્યાન વગેરેનો નિર્દેશ મળે છે. ઔપપાતિકમાં તપોયોગનું વ્યવસ્થિત પ્રતિપાદન થયેલું છે જે સમ્યક્ચારિત્રનો જ એક પ્રકાર છે. ઉત્તરવર્તી આગમોમાં ઉત્તરાધ્યયનના ૨૮મા અધ્યયનમાં સંક્ષિપ્ત પણ વ્યવસ્થિત મુકતિમાર્ગનું પ્રતિપાદન છે તથા ૨૯, ૩૦ અને ૩૨મા અધ્યયનમાં સાધનામાર્ગનો નિર્દેશ છે. આમ આગમ સાહિત્યમાં સાધના-તત્ત્વોના બીજ મળે છે, પણ એનો વિસ્તાર અને પ્રક્રિયાનો ઉલ્લેખ નથી. શ્રી ભદ્રબાહુસ્વામીએ બાર વર્ષ સુધી 'મહાપ્રાણધ્યાન' ની સાધના કરી હતી.
(૪) જૈનયોગ – ઐતિહાસિક સંદર્ભ
૪.૧) આચાર્ય કુંદકુંદે સમયસાર આદિ ગ્રંથોમાં અને ઉમાસ્વાતિએ તત્ત્વાર્થસૂત્રમાં મોક્ષમાર્ગનું સમગ્રતાથી પ્રતિપાદન કર્યું છે. દ્વિતીય ભદ્રબાહુસ્વામી રચિત આવશ્યકનિર્યુક્તિના `કાયોત્સર્ગ' અધ્યયનમાં સાધનાની પ્રક્રિયા મળે છે.
૪.૨) વિક્રમની છઠ્ઠી સદીમાં જિનભદ્રગણિએ ધ્યાનશતકમાં જૈનધ્યાનપદ્ધતિનું તલપસ્પર્શી વિવેચન કર્યું છે, જે યોગદર્શન અથવા હઠયોગના ગ્રંથોથૌ પ્રભાવિત નથી, પણ જૈનપરંપરાનું સ્વતંત્ર ચિંતન દર્શાવે છે.
જ્ઞાનધારા-૧
99
જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૧