________________
૨.૩) પ્રકારોઃ સ્વાવલંબન અને નિરાલંબન બન્ને પ્રકારનું ધ્યાન તેઓ કરતા. ભીંત પર પ્રહરો સુધી અનિમેષ (ત્રાટક) ધ્યાન કરી એમણે મનની એકાગ્રતા અને આંખોની તેજસ્વીતા મેળવી હતી. લાંબા સમય સુધી કાયિક ધ્યાન કર્યા પછી ભગવાન વાચિક અને માનસિક ધ્યાન પણ કરતા. આ ઉપરાંત તેઓ ઊર્ધ્વ, અધો અને તિર્યક એમ ત્રણે પ્રકારનું ધ્યાન પણ કરતા. કોઈવાર એક પુદ્ગલ ઉપર નજર ટેકાવી, આંખો સ્થિર કરી, ઈન્દ્રિયોને વિસર્જિત કરી ધ્યાનમાં લીન થઈ જતાં. અભયસાધના અને દેહાધ્યાસના વિસર્જન માટેની આ ઉત્તમ સાધના તેઓ કરતા.
૨.૪) પ્રતિમાઓની સાધનાઃ ભગવાને ભદ્રપ્રતિમા, મહાભદ્ર પ્રતિમા અને સર્વતોભદ્રપ્રતિમાની સોળ દિવસ અને સોળ રાત સુધી સાધના કરી હતી. ૨.૫) ધ્યેયઃ ભગવાન પરિવર્તનયુક્ત ધ્યેય તથા નિત્યÀયવાળું
ધ્યાન કરતા. તેમના ધ્યેયો નીચે મુજબ હતા. ૧) ઊર્ધ્વગામી, અધગામી અને તિર્યક્ઝામીકર્મ ૨) બંધન, બંધનહેતુ અને બંધન પરિણામ ૩) મોક્ષ, મોક્ષહેતુ અને મોક્ષસુખ ૪) માથું, નાભિ અને પગના અંગૂઠા ૫) દ્રવ્ય, ગુણ અને પર્યાય ૬) નિત્ય અને અનિત્ય ૭) સ્થૂળ......સંપૂર્ણ જગત ૮) સૂક્ષ્મ.......પરમાણુ
૯) પ્રજ્ઞા દ્વારા આત્મનિરીક્ષણ ૨.૬) ભાવનાઃ ભગવાન ધ્યાનની મધ્યાવધિમાં એકત્વ, અનિત્ય અને અશરણ ભાવનાનો અભ્યાસ કરતા.
જ્ઞાનધારા-૧
૬૫
=
1 જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૧E