________________
ધ્યાનના સંદર્ભે જળ સાધનાપદ્ધતિ
-રશ્મિભાઈ ઝવેરી (પ્રેક્ષાધ્યાની, જૈનદર્શનના અભ્યાસુ વિદ્વાન, 'જન્મભૂમિ', 'જૈનજગત”, 'જિવદયા’, ભારત જૈન મહામંડળના જૈનજગતના ગુજરાતી વિભાગના સંપાદક છે, તેરાપંત યુવક સબા સહિત જૈનોની અનેક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે.૬૭ વર્ષની ઉમરે ખૂબજ ખંતથી જૈનધર્મના વિષય પર પીએચ. ડી કરી રહ્યા છે.)
-અઅઅ (૧) જૈન સાધનાપદ્ધતિ ૧.૧) જૈનધર્મની અસલ સાધનાપદ્ધતિ મુક્તિમાર્ગ’ તરીકે જાણીતી હતી. એના ત્રણ અંગ છેઃ
(૧) સમ્યગદર્શન (૨) સમ્યગજ્ઞાન (૩)સમ્યકચારિત્ર ૧.૨) સાંખ્યદર્શનની સાધનાપદ્ધતિ છે - મહર્ષિ પતંજલિએ દર્શાવેલી અષ્ટાંગયોગ. એનાં આઠ અંગો છે- યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ.
૧.૩) જૈનધર્મની સાધનાપદ્ધતિમાં આમાંથી પ્રાણાયામ, ધારણા અને સમાધિનો સ્પષ્ટ સ્વીકાર કરવામાં નથી આવ્યો. બાકીના અંગો પણ યોગદર્શનની જેમ ક્રમવાર પ્રતિપાદિત થયેલાં નથી. આમ જૈનધર્મની સાધનાપદ્ધતિ સ્વતંત્ર છે. તેથી તેની વ્યવસ્થા જુદી રીતની છે. (૨) ભગવાન મહાવીરની ધ્યાનસાધના ૨.૧) ભગવાન મહાવીરે કેવળજ્ઞાનની પ્રાપ્તિ માટે સાડાબાર વર્ષ સુધી ધ્યાનની સાધના કરી હતી. ૨.૨) આસનઃ ભગવાન લગભગ ઊભા ઊભા જ ધ્યાન
કરતા. શરીરને સીધું અને આગળની તરફથોડું ઝુકેલું રાખતા. આ સિવાય પદ્માસન, પર્યકાસન, વીરાસન, ગોદોહિક આસન તથા ઉત્કટિકામાં ધ્યાન
કરતા
જ્ઞાનધારા-૧)
=
૬૪ )
જેનસાહિત્ય જ્ઞાનસત્ર-૧e