________________
૪.૬) વિક્રમની અગિયારમી અથવા બારમી સદીમાં સ્વામી કુમારે 'કાર્તિકેયાનુ પ્રેક્ષા માં બાર ભાવનાઓ - અનુપ્રેક્ષાઓનું સુંદર પ્રતિપાદન કર્યું છે જે આજે પણ વૈરાગ્યની ભાવનાઓ માટે અદ્વિતીય માનવામાં આવે
૪.૭) બારમી સદીમાં આચાર્ય હેમચંદ્રના યોગશાસ્ત્રમાં યોગ અને રત્નત્રયીની એકાત્મકતા પ્રતિપાદિત કરવામાં આવી છે (યોગશાસ્ત્ર- ૧ ૧૫). ૧૮મી સદીમાં ઉપાધ્યાય વિનયવિજયજીના 'શાંતસુધારસ’ માં 'ભાવનાનુયોગ’ નું સુંદર પ્રતિપાદન કરવામાં આવ્યું છે. આજ સમયમાં ઉ. યશોવિજયજીએ 'અધ્યાત્મોપનિષદ', 'અધ્યાત્મસાર', 'યોગાવતાર', 'દ્વાચિંશિકા આદિ ગ્રંથોમાં તથા પાતંજલિ યોગસૂત્ર ઉપરના વિવેચનમાં જૈનયોગનો તુલનાત્મક અભ્યાસ પ્રસ્તુત કર્યો છે. ૪.૮) ૧૯મી સદીમાં તેરાપંથ સંઘના ચતુર્ભાચાર્ય શ્રીમજજયાચાર્યજીએ ધ્યાન પર ઘણું ચિંતન કર્યું હતું તે લખ્યું હતું. એમણે પણ પદસ્થ, પિંડસ્થ, રૂપસ્થ અને રૂપાતીત ધ્યાનનો ઉલ્લેખ કર્યો છે. એમની કૃતિઓમાં વિશેષ ઉલ્લેખનીય છે:૧) બડા ધ્યાન ૧) શ્વાસસ્મૃતિ અને સોડહનું ધ્યાન
૨) રંગસહિત તીર્થકરોના ધ્યાનનો પ્રયોગ ૩) સિદ્ધભગવંતોનું ધ્યાન (૪૬ પ્રકારના
આત્માના ગુણ) ૪) કર્મ- વિપાકનું ધ્યાન ૨) છોટાધ્યાન - પાંચ પદનું (નવકાર) ધ્યાન ૩) ધ્યાનવિધિ - કાયોત્સર્ગ - પદસ્થ ધ્યાન આદિ ૪) માનસિક દુઃખની ચિકિત્સાનું ધ્યાન ૨૦મી સદીમાં આચાર્યશ્રી તુલસીએ મનોનુશાસનમ' ની રચના કરી જેમા જૈનયોગની નવ શૈલીનું પ્રતિપાદન છે. ૪.૯) ઉપરના બધાજ ગ્રંથોનો તલસ્પર્શી અભ્યાસ કરીને તથા આગમમાં ઉપલબ્ધધ્યાન અને યોગવિષયોનું દોહન કરીને આચાર્ય શ્રી મહાપ્રાજીએ
જ્ઞાનધારા-૧)
- ૬૮
જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૧e