________________
પૌરુષઘ્ની જેવી નિંદનીય નથી કે સર્વસંપત્કરી જેવી પ્રશસ્ત નથી. સર્વસંપત્કરી ભિક્ષાનું પ્રચ્છન્નભોજન કરવું તે હિતકારી છે તેમ આચાર્યશ્રીએ જણાવ્યું છે.
શ્રી હરિભદ્રસૂરિના સમયમાં ચૈત્યવાસી સાધુઓનું પ્રભાવક સ્થાન હતું. આ સાધુઓ સુવિહિત આચારોથી વિમુખ થઇને ચૈત્યને જ મઠ બનાવી રહેતા અને ભક્તો અનુયાયીઓને ભય અને લાલચ વડે વશકરી તેમની પાસેથી વિવિધ વસ્તુઓ અને ભોજન કરતા. તેના બદલામાં તેઓ જ્યોતિષ કે વૈદ કરી આપતા. તેમની ભિક્ષાને શ્રી હરિભદ્રસૂરિએપૌરુષઘ્ની કહી છે. સુવિહિત આચારવાન સાધુની ભિક્ષાને જ તેઓ સર્વસંપત્કરી ગણાવે છે અને તેની પ્રશસ્તિ કરે છે. આ ઐતિહાસિક વસ્તુનું પ્રતિબિંબ આ અષ્ટકમાં પડે છે.
સર્વસંપત્કરી ભિક્ષાના અનુસંધાનમાં એક જૈનતર તર્ક એ હતો કે તે ભિક્ષાને અનુરૂપ વિશુદ્ધ પિંડદાન વ્યાવહારિક નથી. વિશુદ્ધ પિંડદાનના અભાવમાં ચારિત્રધર્મ પણ શુદ્ધરહી શકે નહિ. આમ અંતતોગત્વા સર્વજ્ઞપણું પણ બાધિત થઇ જાય છે. આચાર્યશ્રીએ અહીં પિંડ વિશુદ્ધિને વ્યાવહારિક ગણાવેલ છે.
શ્રી હરિભદ્રસૂરિએ અગિયારમા અષ્ટકમાં કેટલાક મતોનો નિર્દેશ કર્યા છે જે તપને દુઃખાત્મક ગણે છે. અહીં તેમનો ઇશારો ચાર્વાક જેવા નાસ્તિક અને બૌદ્ધ મત તરફ છે. જેમાં પ્રથમ ભોગવિલાસને ઉપાદેય ગણે છે અને તપને અવગણે છે જ્યારે બીજો મત તપ અને ભોગવિલાસ વચ્ચેના મધ્યમમાર્ગની હિમાયત કરે છે. તેમના મતે દુઃખ કર્મના ઉદયથી આવે છે, તપને કારણે નહિ. મન, ઇન્દ્રિયો અને યોગોની હાનિ ન થાય તેવી તપની મર્યાદા બાંધવાનું તેમણે સૂચવ્યું છે. તેમણે એવો તર્ક કર્યો છે કે જો તપ અને દુઃખ સરખા જ હોય તો બધાં જ દુઃખી પ્રાણીઓ તપસ્વીછે, અર્થાત્ નારકો પરમ તપસ્વી છે અને સમતારસમાં નિમગ્ન યોગી તપસ્વી છે. આ કઇ રીતે સંભવી શકે ?
|જ્ઞાનધારા-૧
૫૮
જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૧=