________________
ત્રીજા પૂMાદ માં તેમણે પુષ્પ આદિ દ્વારા કરેલી પૂજાને અશુદ્ધ ગણાવી છે. શુદ્ધ પૂજાનો નિર્દેશ આઠ પ્રકારના અવનવાં પુષ્પો – અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, ગુરભક્તિ, તપ અને જ્ઞાન - એ શબ્દો દ્વારા કર્યો છે, અને તેને ભાવપૂજા કહી છે. અહીં અષ્ટપ્રકારી- જળ, ચંદન, પુષ્પ, ધૂપ, દીપ, અક્ષત, નૈવેધ અને ફળ-પૂજાઓનો નિષેધ કર્યો નથી પરંતુ તે પૂજા કિંચિત હિંસા દોષથી યુક્ત હોવાથી તેને અશુદ્ધકહેલ છે તે યાદ રાખવું ઘટે. જો કે દ્રવ્યપૂજા શુભ-ભાવની ઉત્પત્તિ અને પુણ્યબંધનું નિમિત્ત છે તેમ દર્શાવી તેને સ્વર્ગના સાધનરૂપ ગણાવેલ છે ત્યારે ભાવસુમન દ્વારા શુદ્ધ પૂજાનું વિધાન કરતા તેને કર્મક્ષય અને નિર્વાણના કારણરૂપ કહી છે. આમ તેમનું લક્ષ્ય દ્રવ્યથી ભાવ તરફ છે.
ચોથા નિષ્ટિમ્ માં યજ્ઞ અને આહૂતિ આદિને સાંસારિક ઉપલબ્ધિઓના સાધન તરીકે જણાવી પરમપદની પ્રાપ્તિ તો જ્ઞાન અને ધ્યાનથી થાય છે, તે આહુતિથી સિદ્ધ ન થાય તેમ પ્રતિપાદન કરતાં તેમણે શિવધર્મોત્તરપુરાણનો શ્લોક ટાંક્યો છે: पूज्या विपुलं राज्यमग्निकार्येण संपदः । તપ: પાપવિશુદ્ધયર્થ જ્ઞાન ધ્યાન ઘ મુવત૬ રૂ II પૂજાથી વિશાળ રાજ્ય, યજ્ઞથી સમૃદ્ધિ અને તપથી પાપ વિશુદ્ધ થાય છે. જ્ઞાન અને ધ્યાન મુક્તિ આપનાર છે. જો કે શિવપુરાણમાં આશ્લોક જોવામાં આવ્યો નથી પરંતુ સંભવ છે કે તેમનું આ કથન શિવપુરાણમાંથી હોય.
ભિક્ષાચર્યા એ સંન્યાસીનું કે શ્રમણજીવનનું આવશ્યક કર્તવ્ય છે. તેના વ્યવહારધર્મને લક્ષમાં લઇ તેના ત્રણ પ્રકાર હરિભદ્રસૂરિએ દર્શાવ્યા છે? ૧) સર્વસંપકરી, ૨) પૌરષષ્મી અને ૩) વૃત્તિભિક્ષા. પ્રથમ ભિક્ષા ઉત્તમ છે, બીજી ભિક્ષા ફક્ત ઉદરપૂર્તિ માટેનું ધ્યેય રાખતી અને પુરુષાર્થનો નાશ કરનાર અને ત્રીજી ભિક્ષા - ગરીબો, અંધો, પાંગળાઓ, અશક્ત કે વૃદ્ધ દ્વારા કરવામાં આવે છે. આ ભિક્ષા બીજી
જ્ઞાનધારા-૧
પ૭
જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૧=