________________
'જિનસહસ્ત્રનામસ્તોત્રમાં આદિનાથ ઋષભદેવ અને મહાદેવ શિવના નામોનો સમાંતરે ઉલ્લેખ મળવા લાગે છે. આમ શ્રી હરિભદ્રસૂરિજીએ અહીં બન્નેના વ્યક્તિત્વમાં રહેલી એકરૂપતાને સિદ્ધ કરવાનો પ્રયત્ન કર્યો છે. અંતિમ શ્લોકમાં તેઓ કહે છે : एवंभूताय शान्ताय कृतकृत्याय धीमते । महादेववाय सततं सम्यक्भक्त्या नमोनमः ।। ८ ।।
આ પ્રકારના સ્વરૂપવાળા શાંત, કૃતકૃત્ય, ધીમાન મહાદેવને સમ્યક ભક્તિપૂર્વક સદૈવ વંદન હો !
અહીં આપણને કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યરચિત મહાદેવ સ્તોત્રની યાદ આવી જાય. તેમણે સોમનાથ મંદિરની પ્રતિષ્ઠા પ્રસંગે મહાદેવ સ્તોત્રની રચના કરી હતી અને તેમાં મહાદેવના સાચા સ્વરૂપનું દર્શન કરાવ્યું હતું. શ્રી હરિભદ્રસૂરિ આ અષ્ટક દ્વારા તેમના પણ પુરોગામી છે તે નોંધપાત્ર છે. શ્રી હરિભદ્રસૂરિની આ સમન્વયશીલતા તે પછીની કૃતિમાં એમ પણ બોલવા પ્રેરે છે કે બુદ્ધ કપિલ આદિ પણ ભવરોગના ભિષશ્વર છે.
સ્નાનનો મહિમા બ્રાહ્મણ પરંપરામાં ઘણો પ્રચલિત છે. તે વિના દિવસનો પ્રારંભ પણ થઇ શકે નહિ, જ્યારે જૈનદર્શનમાં માન્ય સ્નાન કેવું હોઇ શકે તેની વાત બીજા અષ્ટક- નાનામ્ માં કરવામાં આવી છે. દ્રવ્ય અને ભાવ એમ બે પ્રકારના સ્નાન દર્શાવી ભાવ સ્નાનની મુખ્યતા તેમણે વર્ણવી છે, પરંતુ દ્રવ્ય એ ભાવનું કારણ (નિમિત્ત) હોવાથી દ્રવ્ય-નયની ઉપેક્ષા કરી શકાય નહિ, તેમ ગૃહસ્થ માટે તેમનું વિધાન છે. દેવપૂજા માટે દ્રવ્ય-સ્નાન શારીરિક છે અને ભાવ સ્નાન - ભાવરૂપી જળથી કર્મરૂપી મળની શુદ્ધિનું કારણ છે. સમસ્ત મળથી રહિત અને ફરી મલિન ન થાય તે જ વાસ્તવિક સ્નાતક છે. भूयो न लिप्यते तेन स्नातकः परमार्थत : ।
જ્ઞાનધારા-૧
આ
પs ,
જેનસાહિત્ય જ્ઞાનસત્ર-૧e