________________
વિષયોનું સંક્ષિપ્ત આલેખન પ્રકરણવાર કરવામાં આવ્યું છે. તેનું અંતિમ પ્રકરણ દસ શ્લોકોનું છે. આમ કુલ ૨૫૮ શ્લોક પ્રમાણ આ ગ્રંથ છે.
પ્રસ્તુત કૃતિનું દરેક પ્રકરણ એક એક સ્વતંત્ર એકમ છે, જોકે તેમાં એક પ્રકારનું સુગ્રથિતપણું જોવા મળે છે. આ ગ્રંથમાં મુખ્યત્વે જૈન આચારમાં રહેલા વ્યાવહારિક પક્ષનું નિરૂપણ થયું છે પરંતુ પ્રસંગોપાત તેમાં જૈનેતર દર્શનોના મતની સમીક્ષા, ગ્રંથનિર્દેશ કે લેખકનિર્દેશ પણ થયેલા છે. ક્યાંક
ક્યાંક દાર્શનિક તુલના પણ કરવામાં આવી છે અને શ્રી હરિભદ્રસૂરિએ પોતાના પક્ષનું યુક્તિપુરઃ સર મંડન અને પરમત ખંડન પણ કરેલ છે. આ ખંડન-મંડનમાં તેમની તાર્કિકતા જ દષ્ટિગોચર થાય છે, સ્વમતનો અભિનિવેશ નહિ એ નોંધવું ઘટે. જૈનેતર દર્શનોના કેટલાંયે ઉદાહરણો અને સંદર્ભો પ્રત્યક્ષ કે પરોક્ષ રૂપે જોવા મળે છે. ક્યાંક ક્યાંક કર્તાનો નામસંકેત પણ થયેલ છે.
પ્રકરણો સંક્ષિપ્ત છે અને આઠ શ્લોકોમાં જ કર્તાને પોતાનું કથયિતત્વ પૂરું કરવાનું હોવાથી તે મર્યાદા ક્યારેક આપણને સ્પષ્ટીકરણ માટે બાધારૂપ બને છે છતાં આ રચના સુશ્લિષ્ટ કૃતિ છે અને તેની વિશેષતા દર્શાવવાનો મારો પ્રયાસ છે. ક્રમશઃ તેની વિશેષતાઓ તપાસીએ.
પ્રથમ અષ્ટકનું નામ છે મહાદેવાઈમ્
તેમાં હરિભદ્રસૂરિએ મહાદેવની સ્તુતિથી મંગલાચરણ કર્યું છે. તેમણે આ સ્તુતિમાં વીતરાગ, સર્વજ્ઞ, શાશ્વત સુખેશ્વર, લિષ્ટ કર્માતીત, નિષ્કલ, સર્વદેવપૂજ્ય, સર્વયોગીધ્યેય, સર્વનીતિ સૃષ્ટા, પરંજ્યોતિ. ત્રિકોડી દોષ વર્જિત આદિ વિશેષણોથી મહાદેવ અલંકૃત કર્યા છે. આ વર્ણન શ્રી ઋષભદેવ - પ્રથમ તીર્થકરને લાગુ પડે છે. હરિભદ્રસૂરિના સમયમાં તેઓ મહાદેવ તરીકે પણ ઓળખાવા લાગ્યા હતા. મહાભારતથી લઇને
વજ્ઞાનધારા-૧
પપ છે
| જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૧૬