________________
આ કૃતિના બારમા અને તેરમા અષ્ટકમાં વાદના ત્રણ પ્રકાર દર્શાવ્યા
છે.
૧)શુક્રવાદ, ૨) વિવાદ, ૩) ધર્મવાદ
નિગ્રન્થોનો અભિમાની, ક્રૂર, દોષી અને મૂર્ખ સાથેનો વાદ શુષ્ક, નિરર્થક અને અનર્થકર છે. બીજા પ્રકારના વાદમાં વાક્છળ અને જાતિની પ્રદાનતાને કારણે નિર્પ્રન્થને વિવાદમાં જીતવું મુશ્કેલ થઇ પડે છે. શ્રમણે ઉપરના બન્ને પ્રકારના વાદથી દૂર રહી રહી ધર્મવાદ – મધ્યસ્થભાવ યુક્ત અને તત્ત્વજ્ઞ જિજ્ઞાસુ સાથેના વાદનું સમર્થન કરેલ છે. આ ધર્મવાદ સંવાદનો સર્જક છે.
માંસભક્ષણનાં દૂષણોનાં બે અષ્ટકો છે. પ્રથમ અષ્ટકમાં તેમણે બૌદ્ધમતની સમીક્ષા અને પરિહાર કરેલ છે જ્યારે બીજા અષ્ટકમાં મનુસ્મૃતિ આદિના વૈદિક ઉલ્લેખોનું નિરસન કર્યું છે.
શુષ્ક બુદ્ધિવાદી બૌદ્ધો ભાત અને માંસને સરખા જ ભક્ષણીય માને છે, જ્યારે જૈનદર્શનમાં વનસ્પતિ આદિને પણ સજીવ ગણેલ છે. અન્ન અને માંસ બન્ને સજીવનાં જ અંગો છે તેથી બનન્ને સરખા જ ભક્ષણીય છે એવા કુતર્કનો ઉત્તર હરિભદ્રસૂરિએ આપતા જણાવ્યું કે ભક્ષ્યાભક્ષ્યની મર્યાદા શાસ્ત્ર અને લોકવ્યવહાર પર આધારિત છે અને તે મનોવૃત્તિની અપેક્ષાએ છે. ભાત અને માંસ સજીવના અંગ રૂપ છે. તે કથન યુક્તિસંગત નથી. શાસ્ત્ર અને લોક વ્યવહારથી-પ્રાણીથી મળતું દૂધ ભક્ષ્ય છે જ્યારે તેના રૂધિર, મળ મૂત્ર અભક્ષ્ય છે. માંસ પ્રાણીનું અંગ હોવાથી અભક્ષ્ય છે તેમ જૈનદર્શન કહેતું નથી પણ માંસ સ્વયં જીવોના પિંડરૂપ અને શાસ્ત્રમાં માંસને અભક્ષ્ય ગણ્યું છે તેથી તેનો જૈનો અસ્વીકાર કરે છે.
બ્રાહ્મણમતની સમીક્ષામાં મનુસ્મૃતિમાં વચન ટાંકતાં :न मांस भक्षणे दोषो, न मद्ये न च मैथुने
प्रवृत्ति रेषा भूतानां निवृत्तिस्तु महाफला ।। २ ।।
જ્ઞાનધારા-૧
૫૯
જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૧