________________
"સુધારાની સામી જેણે કમર કસી છે હસી, નિત્ય નિત્ય કુસંપ જે, લાવવાને ધ્યાન ધરે, તેને કાઢવાને તમે, નાર-કેળવણી આપો, ઉચાલો નઠારા કાઢો, બીજ જે બહુ નડે, રાયચંદ પ્રેમે કહે, સ્વદેશી સુજાણ જનો,
દેશહિત કામ હવે, કેમ નહિ આદરે " દલપતશૈલીની કટાક્ષ અને રમૂજભરી મનહર છંદમાં આલેખાતી કવિતા જેવી શ્રીમદ્ગી અગંભીર કવિતા પણ નોંધપાત્ર છે. "તૃષ્ણાની વિચિત્રતા” માં શ્રીમદ્ભો વિનોદ કેવો અસરકારક રીતે પ્રગટ થયો છે તે જોઈએ
કરચલી પડી દાઢી ડાચાંતણો દાટ વળ્યો, કાળી કેશપેટી વિષે શ્વતતા છવાઈ ગઈ,
સુંઘવું, સાંભળવું, ને દેખવું તે માંડી વાળ્યું, તેમ દાંત આવલી તે, ખરી કે ખવાઈ ગઈ શ્રીમશંકરાચાર્યની 'અંગદ્ગલિતમ્પલિતમુંડ.....” જેવી પંક્તિઓ અહીં સાંભરે.
શ્રીમદ્ગા કાવ્ય જિનેશ્વરની વાણી માં પણ દલપત શૈલીના મનહર છંદની એક અસરકારક છટા ઝિલાઈ છે.
અહો! રાજચંદ્ર બાળ ખ્યાલ નથી પામતા એ, જિનેશ્વર તણી વાણી જાણી તેણે જાણી છે.
આ પંક્તિઓ આપણને દલપતરામની પેલી વિખ્યાત પંક્તિઓનું સ્મરણ કરાવે છેઃ
ગુજરાતી શાણી રાણી વાણીનો વકીલ છું.
આ રીતે પ્રવાહી મનહર છંદમાં પ્રાસાનુપ્રાસ અને સરળ બાનીનું શ્રીમદે કેટલાંક કાવ્યોમાં આલેખન કર્યું છે.
શ્રીમન્ની કેટલીક પંક્તિઓમાં મધુર પદાવલિ, પ્રાસાનુપ્રાસની આલ્લાદક રચના તેમજ શબ્દસૌંદર્ય તથા મુગ્ધકર લયવાહિતાનો હદયગમ અનુભવ થાય છે .
જ્ઞાનધારા-૧૬
:
૪૬
જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૧e