________________
આ સમગ્ર કાવ્ય આત્મજ્ઞાનના ગહનતમ પ્રદેશમાં ભાવકને લઈ જાય છે અને આત્મસિદ્ધિ કઈ રીતે પ્રાપ્ત કરી શકાય એનો માર્ગ દર્શાવે છે. ગુજરાતી સાહિત્યમાં આત્મદર્શનના નરસિંહ મહેતાથી માંડીને જે જે કાવ્યાત્મક પ્રયોગો થયા છે તેમાં શ્રીમદ્ ‘આત્મસિદ્ધિ શાસ્ત્ર’ ઉચ્ચ સ્થાનનું અધિકારી છે.
‘અમૂલ્ય તત્ત્વવિચાર’ પણ શ્રીમદ્ભુ એક ઉત્તમ ગેય કાવ્ય છેઃ ‘બહુ પુણ્યકેરા પુંજથી શુભ દેહ માનવનો મળ્યો’એવી પંક્તિઓથી શરૂ થતું આ કાવ્ય મીરાંબાઈના ‘નહિ એસો જનમ બારબાર’ સાથે તુલના કરવા જેવું છે. આ કાવ્યનું ઉત્તુંગ શિખર છેઃ
હું કોણ છું ? ક્યાંથી થયો ?
શું સ્વરૂપ છે મારું ખરું? કોના સંબંધે વળગણા છે? રાખું કે એ પરહ
આધ્યાત્મિક વિષયના આવા ગહન કાવ્યો સિવાય શ્રીમદ્રેસામાજિક સુધારાવાદી દ્રષ્ટિએ પણ કેટલાંક કાવ્યો લખ્યાં છે તેની બહુ નોંધ લેવાઈ નથી. લગભગ પંદર વર્ષથી માંડીને આરંભમાં તેમણે આ પ્રકારનાં કાવ્યો લખેલાં છે એમાં કવિ દલપતરામ તથા નર્મદાની કાવ્ય શૈલીનાં કેટલાંક લક્ષણો જોવા મળે છે. સં. ૧૯૪૦માં તેમણે "સ્ત્રીનીતિ બોધક (ગરબાવળી)” પ્રગટ કરી એમાં સ્વદેશ પ્રેમ તથા સ્ત્રી કેળવણી દ્વારા મહિલાસમાજમાં સુધારા પ્રેરવાની તેમની અદમ્ય ઈચ્છા પ્રગટ થાય છે જેમ કે;
"થવા દેશ આબાદ સૌ હોશ ધારો, ભણાવી ગણાવી વનિતા સુધારો, થતી આર્યભૂમિ વિષે જેહ હાનિ, કરો દૂર તેને તમે હિત માની”
દલપતરામની મનહર છંદમાં રચાયેલી સુધારા અંગેની કવિતા જેવી તેમણે અનેક કવિતાઓ લખી છે, એમાંની "સ્ત્રી નીતિ બોધક” કવિતા મુખ્ય છેઃ
જ્ઞાનધારા-૧
૪૫
જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૧