________________
નિત્ય નિરંજન નિત્ય છો, ગંજન ગંજ ગુમાન. અભિનંદન અભિનંદના, ભયભંજન ભગવાન, ધર્મધરણ તારણતરણ, શરણ ચરણ સન્માન, વિજ્ઞહરણ પાવનકરણ, ભયભંજન ભગવાન,
(પ્રભુ પ્રાર્થના) આભૂષણોથી ઓપતા ભાગ્યા મરણને જોઈને, જન જાણીએ મન માનીએ નવ કાળ મૂકે કાઈને,
(કાળ કોઈને નહીં મૂકે) ધર્મ વિના પ્રીત નહીં, ધર્મ વિના રીત નહીં, ધર્મ વિના હિત નહીં કર્યું જ કામનું, ધર્મ વિના ટેક નહીં, ધર્મ વિના નેક નહી, ધર્મ વિના ઐક્ય નહીં, ધર્મ ધામ રામનું
(ધર્મ વિષે) શ્રીમદ્ભાં કાવ્યોનું આ સંક્ષિપ્ત અવલોકન શ્રીમદ્ગી સમગ્ર કવિતાની વિશદ સમીક્ષા કરવા પ્રેરે એવો અહીં આશય રખાયો છે અને ગુજરાતી કાવ્ય સાહિત્યમાં શ્રીમની કવિતાનું આગવું સ્થાન પ્રસ્થાપિત થાય તે અત્યંત આવશ્યક છે.
જ્ઞાનધારા-૧
૪૭ )
જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૧E