________________
આવ્યું છે.આત્માના બહિરાભા, અંતરાત્મા અને પરમાત્મા આ ત્રણ ભેદોને સમજાવવામાં આવ્યા છે. લિંગપાહુડમાં મુનિધર્મની નિરૂપણા કરવામાં આવી છે.
- પ્રવચનસાર, સમયસારમાં મૂળતત્ત્વોનું વર્ણન છે. પ્રવચનસારમાં મુખ્ય ત્રણ અધિકાર છે-જ્ઞાન, શેય અને ચારિત્ર. જ્ઞાનાધિકારમાં આત્મા અને જ્ઞાનના એકત્વ શુભ-અશુભ શુદ્ધોપયોગ મોક્ષ, ક્ષયનું વર્ણન છે તો શેયાધિકારમાં દ્રવ્ય, ગુણ, પર્યાય, કર્મફલ વગેરેનું વર્ણન છે અને ચારિત્રાધિકારમાં શ્રમણધર્મની ચર્ચા છે. સમયસાર સર્વોત્કૃષ્ટ રચના છે. જેમાં વ્યવહાર અને નિશ્ચયનું વર્ણન કરતા નિશ્ચયની મહત્તાનો સ્વીકાર કરવામાં આવ્યો છે. તેમાં જીવાજીવ અધિકાર , કર્તા-કર્મ અધિકાર, પુણ્યપાપ અધિકાર વગેરેમાં સમસ્ત તત્ત્વોનું નિરૂપણ કરવામાં આવ્યું છે. આમ તો સંપૂર્ણ ગ્રંથમાં સત તત્ત્વોનું જ વિવેચન છે અને નિષ્કર્ષ રૂપે આત્માનો શુદ્ધ સ્વરૂપે જ્ઞાન પ્રાપ્ત કરીને મોક્ષમાં સ્થિત થવાનું છે.
પંચાસ્તિકાયમાં જીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ અને આકાશ આ પાંચ અસ્તિકાયોનું ખૂબ જ વિશદ્ અને વૈજ્ઞાનિક વર્ણન કરવામાં આવ્યું છે. સાથોસાથ નવતત્ત્વોનું વર્ણન કરીને અંતિમ લક્ષ્ય તો મોક્ષને જ મહત્તા આપવામાં આવી છે. નિયમસારમાં ત્રિરત્નને જ મોક્ષના માર્ગ તરીકે પ્રસ્તુત કરવામાં આવ્યું છે. બારસઅણુવેન્બા અંતર્ગત બાર ભાવનાઓનું વર્ણન છે. જેમનું ચિંતવન કરતા-કરતા વૈરાગ્ય તરફ અગ્રેસર થતા સાધક મુક્તિના પથે અગ્રેસર થઈ શકે છે. રયણસારમાં મુનિ અને ગ્રહસ્થોના રત્નત્રય પાલન વિષે નિર્દેશ છે.આ ઉપરાંત સિદ્ધ ભક્તિ, સુદભક્તિ, ચારિત્રભક્તિ, જોઈભક્તિ, આયરિયભક્તિ, શિવાણભક્તિ, પંચગુરુભક્તિ, થોસ્લામિસુદિ વગેરે તેમની કૃતિઓ છે. આ સર્વે કૃતિઓમાં આચાર્યો સિદ્ધોની દ્વાદશાંગવાણીના ચારિત્ર્યપાલનથી યોગીઓની રિદ્ધિ-સિદ્ધિ, ગુરુઓ વિષે અને પંચપરમેષ્ઠીના ગુણોનું નિરૂપણ કરતા પ્રસ્તુત કર્યું છે કે જીવ બહિરાભાથી અંતરાત્મામાં પ્રવેશ કરીને પરમાર્થ તત્વને પ્રાપ્ત કરવા હેતુ નિશ્વય એટલે કે આત્મામાં રમણ કરે.
જ્ઞાનધારા-૧=
૩૬
| જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૧e