________________
છે. તઓએ સંપૂર્ણ પટ્ટાવલીના વર્ષોની ગણતરી કરીને આ ગણના પ્રસ્તુત કરી છૈ.તેમના મતાનુસાર કુકુન્દ વીર નિર્વાણ સંવત ૬૧૭ની આસપાસ થયા હશે. ડૉ. એ.એન. ઉપાધ્યાયે લખ્યું છે કે અમોએ નિમ્ન તથ્યોના આધારે અનેક તર્કો વિષે વિચાર કરીને અને એમના ગ્રંથોના રચનાના પરિપ્રેક્ષ્યમાં પ્રસ્તુત કર્યું છે કે કુન્દકુન્દનો સમય વીર નિર્વાણ સવંત ૬૮૩ પૂર્વે પણ માની શકાય છે. તેઓએ પોતાના તર્કોની સાથે અન્ય વિદ્વાનોના તર્કો પર અનેક તર્કો પ્રસ્તુત કર્યા છે. તેમના મતે કુરલ કાવ્ય વગેરેના પરિપ્રેક્ષ્યમાં તેમને પ્રથમ શતાબ્દીમાં સ્વીકાર કરી શકાય છે. ડૉ. જ્યોતિપ્રસાદજી પણ આ કાળનો સ્વીકાર કરે છે. આ બધી ચર્ચાઓને ધ્યાનમાં રાખીને એટલું કહી શકાય કે આચાર્ય કુકુન્દનો સમય પ્રથમથી તૃતીય શતાબ્દી વચ્ચે હોઈ શકે છે . આપણે આચાર્ય કુકુન્દના સમય કે તેમની અન્ય વિષયગત વિવિધ માન્યતાઓ ઉપર વિચાર ન પણ કરીએ પણ જો તેમની રચનાઓ ઉપર વિચાર કરીએ તો તેઓએ જૈન સાહિત્યને જે કૃતિઓ પ્રદાન કરી છે તે જૈન સિદ્ધાંતોને પ્રસ્તુત કરનાર મહાનકૃતિઓ છે. આ ગ્રંથોનું પઠન કર્યા પછી એવું લાગે છે કે તેમનો મૂળ ઉદ્દેશ્ય દ્રવ્યાનુયોગ રહ્યો છે. તે ઉપરાંત પ્રસંગાનુસાર અન્ય વિષયો પણ સમાહિત થયા છે. અહીં આપણે તેમની કૃતિઓનાં નામ માત્ર રજૂ કરીશું. દરેક રચના ઉપર લખવું સંભવ નથી. આચાર્ય કુકુન્દ દ્વારા ચોર્યાસી પાહુડની રચનાના ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. પણ આજે માત્ર આઠ પાહુડ ગ્રંથ જ ઉપલબ્ધ છે. કુરલ કાવ્યના કર્તા તેમને જ માનવામાં આવે છે. પણ તેમની કાલજયી રચનાઓમાં સમયસાર, પ્રવચનસાર, પંચાસ્તિકાય. નિયમસાર, બારસઅણુવેક્ખા, ચારિત્રપાહુડ, રયણસાર વગેરે છે.અષ્ટપાહુડમાં દંશપાહુડ, ચારિત્રપાહુડ, સુત્તપાહુડ, બોહપાહુડ, ભાવપાહુડ, મોપાહુડ, લિંગપાહુડ પ્રમુખ છે. આ પાહુડગ્રંથોમાં સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્ચારિત્રનું વિશદ્ વર્ણન હૈ. સુજ્ઞ પાહુડમાં આગમની મહત્તાપ્રસ્તાપિત કરે છે તો બોધપાહુડમાં ચૈત્યગૃહ, જિનપ્રતિમા, દર્શન, દેવ, તીર્થ, પ્રવ્રજ્યા વગેરેનાં વર્ણન છે. ભાવપાહુડ ચિત્તની શુદ્ધિની મહત્તાનું વર્ણન કરે છે તો મોક્ષપાહુડમાં મોક્ષના સ્વરૂપનું વર્ણન કરવામાં
-જ્ઞાનધારા-૧
૩૫
જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૧