________________
તે ઉલ્લેખ આચાર્ય જયસેને ‘પંચાસ્તિકાય ટીકા' માં પણ કરેલો છે અને આચાર્ય શુભચંદ્રની ગર્વાવલીમાં પણ પ્રાપ્ત થાય છે કે આચાર્ય પદ્મનંદીએ ઉર્જયન્તગિરિ ઉપર પાષાણની સરસ્વતીની મૂર્તિને પણ વાચાલ બનાવી દીધી હતી. તેનાથી સારસ્વત ગચ્છનો જન્મ થયો. આવી જ માન્યતા કવિ વૃંદાવને ફણ સ્વીકારી છે. પં. નાથુરામ પ્રેમીએ પણ સ્વીકાર કર્યું છે કે ગિરનાર પર્વત પર દિગમ્બર અને શ્વેતામ્બરો વચ્ચે કોઈ વિવાદ અવશ્ય થયો હશે. (જૈન સાહિત્ય ઔર ઈતિહાસ)
આચાર્ય કુકુન્દનો સમય પ્રેમીજીના મતે વિક્રમની ત્રીજી શતાબ્દીનું અંતિમ ચરણ છે. તેમનો તર્ક છે કે વીર નિર્વાણ સવંતના ૬૮૩ વર્ષ પશ્ચાત કુકુન્દ થયા.ધરસેન, ઉચ્ચારણાચાર્ય વગેરેના સમયને ૫૦-૫૦ વર્ષ માની લઈએ તો કુન્દકુન્દનો સમય વિક્રમની ત્રીજી શતાબ્દીના અંતિમ ચરણ સિદ્ધ થાય છે. ભગવાન ‘મહાવીર ઔર ઉનકી આચાર્ય પરંપરા’ માં ડૉ. નેમિચંદ જૈને ઉલ્લેખ પ્રસ્તુત કર્યો છે કે ડૉ. પાઠકને રાષ્ટ્રકૂટ નરેશ ગોવિંદરાજ તૃતીયના જ બે તામ્રપત્રો પ્રાપ્ત થયાં છે. તેમાંથી એક શક્ સવંત ૭૧૯નો છે અને બીજો શક્ સવંત ૭૨૪નો છે. આ તામ્રપત્રોમાં કૌંન્ડકોન્દાન્વયના તૌર્ણાચાર્યના શિષ્ય પુષ્પનંદિ અને તેમના શિષ્યના નામનો નિર્દેશ છે. એમના મતે પ્રભાચંદ્ર શક્ સવંત ૭૧૯માં અને તેમના દાદા ગુરૂ તૌર્ણાચાર્ય શક્ સવંત ૬૦૦માં થયા હશે. કુન્દકુન્દને તેમનાથી ૧૫૦ વર્ષ પૂર્વ માની શકાય. આ દૃષ્ટિએ કુન્દકુન્દનો સમય શક્ સવંત ૪૫૦ની આસપાસ હોય શકે. એ પ્રમાણેનો ઉલ્લેખ પણ મળે છે કે કુકુન્દાચાર્યે પંચાસ્તિકાયની રચના શિવકુમાર મહારાજના સંબોધન માટે કરી હતી. આ શિવકુમાર મહારાજનો સમય શક્ સવંત ૪૫૦ની આસપાસ માનવામાં આવે છે . આ પ્રમાણે પણ તેમનો કાલ ઈ.સ. ૫૨૮ માની શકાય છે. પ્રો. એ. ચક્રવર્તીએ ડૉ. હાર્નલે દ્વારા પ્રકાશિત સરસ્વતીગચ્છની દિગંબર પટ્ટાવલીના આધારે કુન્દકુન્દના આચાર્યપદે પ્રતિષ્ઠિત થવાનો કાલ ઈસા પૂર્વે ૮ માને છે અને તેમનો જન્મ ઈસા પૂર્વ ૫૨ કહ્યો છે. આચાર્ય જુગલકિશોરમુખ્તારે સ્વીકાર્યુ છે કે કુન્દકુાન્દાચાર્ય વીરનિર્વાણ સવંત ૬૮૩ પહેલા થયા નથી પણ પછી થયા
જ્ઞાનધારા-૧
૩૪
જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૧