________________
ઉપલબ્ધ નથી તે પ્રમાણે જ તેમના ગુરૂ વિષે પણ લોકોએ વિવિધ નામો પ્રસ્તુત કર્યા છે. આચાર્ય જયસેનના મતાનુસાર તેઓ કુમારનંદી સિદ્ધાંતદેવના શિષ્ય હતા. જ્યારે નંદી સંઘની પટ્ટાવલી મુજબ કુન્દકુન્દના ગુરુ જિનચંદ્ર હતા. કુન્દકુજાચાર્યે પોતે પોતાના ગુરુ તરીકે ભદ્રબાહુ સ્વામીના નામનો ઉલ્લેખ કરેલો છે. જો કે વિદ્વાનોએ અનેક સાદ્યોના આધારે એમ પણ માન્યું છે કે કુમારનંદીનું ગુરુશિષ્યત્વ કુન્દકુન્દ સાથે ઘટિત થતું નથી. ‘તીર્થકર મહાવીર ઔર ઉનકી આચાર્ય પરંપરામાં આ પ્રમાણેનો ઉલ્લેખ છે કે નંદી સંઘની પટ્ટવલીમાં માઘનંદી, જિનચંદ્ર અને કુમુદચંદ્રના નામોનો ક્રમશઃ ઉલ્લેખ છે. આનાથી ફલિત થાય છે કે માઘનંદી પછી જિનચંદ્ર અને જિનચંદ્રયછી કુન્દકુદને ઉત્તરાધિકાર પ્રાપ્ત થયો હશે.માટે અમારૂ અનુમાન છે કે કુદાકુન્દના ગુરૂનું નામ જિનચંદ્ર હોવું જોઈએ. આ જ ગ્રંથમાં કુન્દકુંદાચાર્ય દ્વારા પોતે જ બદ્રબાહુના શિષ્ય હોવાનો સંદર્ભ બોધપાહુડ ગ્રંથની બે ગાથાઓમાં પ્રસ્તુત છે. सद्दवियारो हूओ भासासुत्तसु जं जिणे कहियं । सो तह कहियं णायं सीसेण य भद्दबाहुस्स ।। बारसअंगवियाणं चउदसपुव्वगविउलवित्थरणं । सुयणाणिभद्दबाहू गमयगुरू भयवओ जयऊ ।। આચાર્ય જુગલકિશોર મુખ્તારજીએ બંને ગાથાઓમાં પ્રથમ ગાથાનો સંબંધ ભદ્રબાહુબીજા સાથે એને દ્વિતીયગાથાનો સંબંધ શ્રુતકેવલી ભદ્રબાહુ સાથે પ્રસ્તુત કર્યો છે. તેમને તેઑગમક ગુરૂ માને છે. અહીં ગમક ગુરૂનો ભાવાર્થ છે-જ્ઞાન, પ્રેરણા અને આનો પ્રયોગ પરંપરાગત શ્રુતકેવલી માટે જ થયો છે. બે ભદ્રબાહુઓની કલ્પના સંભવ નથી. પં. કૈલાશચંદ્ર શાસ્ત્રી પણ આ તથ્યની પુષ્ટિ કરે છે. આ ચર્ચાથી આટલું સ્પષ્ટ થાય છે કે કુદાકુદાચાર્ય મૂલસંઘના આચાર્ય હતા, દક્ષિણ ભારતના નિવાસી હતા અને શ્રુતકેવલી ભદ્રબાહુની પરંપરા તેમને પ્રાપ્ત થઈ હતી અને માટે જ તેમના તે તેમના “ગમક ગુરૂકહેવાયા અને પટ્ટાવલી તેમના ગુરૂનું નામ જિનચંદ્ર અને દાદાગુરુનું નામ માઘનંદી હતું.
અમોએ ઉપર તેમની જીવનની ઘટનાઓ વિષે જે ઉલ્લેખ કરેલો છે
જ્ઞાનધારા-૧
૩૩
જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૧