________________
કુન્દકુન્દાચાર્ય દક્ષિણ ભારતના નિવાસી હતા અને જે ઉલ્લેખો પ્રાપ્ત થયા છે તે પ્રમાણે તેમના પિતાનું નામ કર્મન્ડ અને માતાનું નામ શ્રીમતી હતું. તેમના જનમસ્થાનું નામ કૌડકુન્દપુર માનવામાં આવે છે. એવી માન્યતા પણ છે કે એમના માતા-પિતાને એમની પ્રાપ્તિ, બષિને દાન આપવાના પ્રભાવથી થઈ હતી અને સમય જતા ગામના નામ પરથી જ તેમનું નામ કુન્દકુન્દ પ્રસિદ્ધ થયું. નાનપણથી જ તેઓ બુદ્ધિમાં કુશળ અને વૈરાગ્ય ભાવોથી ભરેલા હતા અને આ કારણે જ તેઓએ યુવાવસ્થામાં જ દીક્ષા ગ્રહણ કરી અને પોતાના ઉચ્ચ ચરિત્ર અને વિશાળ અધ્યયનને કારણે આચાર્યપદે પ્રતિષ્ઠિત થયા. આપણે ઉપર જાણ્યું તેમ તેમના ત્રણ-ચાર નામોનો ઉલ્લેખ પ્રપ્ત થાય છે. દ્વાદશ અનુપ્રેક્ષાની ગાથાથી એમનું નામ કુન્દકુન્દ મળે છે તો જયસેનાચાર્યની ટીકામાં તેમનું નામ પદ્મનદિમાનવામાં આવ્યું છે અને ક્યાંય વૃદ્ધપિચ્છધારી પણ મળે છે. શ્રવણબેલગોલામાં શિલાલેખ નં ૪૦, ૪૨, ૪૩,૪૭, ૫૦ માં આ કથનોની પુનરાવૃત્તિ જોવા મળે છે. (જૈનશિલાલેખ સંગ્રહ, સૌજન્ય : તી.મહાવીર ઔર ઉનકી આચાર્ય પરંપરા) તે ઉપરાંત વક્રગ્રીવ અને ઐલાચાર્ય નામ પણ પ્રાપ્ત થયા છે. વિજયનગરના એક અભિલેખમાં તેમનાં પાંચ નામોનો ઉલ્લેખ નિમ્ન પ્રકારે
છે.
आचार्यः कुन्दकुन्दाख्यो वक्रग्रीवो महामुनिः । एलाचार्यो गृद्धपिच्छ इति तन्नाम पंचधा ।।
ડૉ. હાર્નલે આ પાંચ નામનો ઉલ્લેખ કર્યો છે. જો કે શિલાલેખોમાં વક્રગ્રીવ, ઐલાચાર્ય કે ચૂદ્ધપિચ્છ નામનો ઉલ્લેખ મળતો નથી અને શ્રવણ બેલગોલાના અધિલેખ નં. ૫૪માં વક્રગ્રીવ નામ પ્રાપ્ત થાય છે. તેનાથી તે કુન્દકુન્દના નામનું પર્યાયવાચી સિદ્ધથતું નથી. અન્યથા શિલાલેખ ન ૩૪૬, ૩૪માં વક્રગ્રીવ નામ અંકિત છે. પણ તેનાથી પણ કુન્દકુન્દના નામ સાથે કોઈ મેળ બેસતો નથી. માત્ર કુન્દકુન્દસ્વામીનું અપરનામ પદ્મનદિ જરૂર પ્રમાણિત થાય છે.
જે પ્રમાણે તેમના નામ અને જન્મસ્થાનની વાસ્તવિકપરિચય સત્યરૂપે
જ્ઞાનધારા-૧
૩૨
જિનસાહિત્ય જ્ઞાનસત્ર-૧e