________________
એક કથામાં તેમના પૂર્વજન્મની એ કથા છે કે જે ભવમાં તે ભીલ હતા અને શાસ્ત્રોની રક્ષા કરવાને કારણે તેમને પુણ્યોદયથી આ જ્ઞાન પ્રાપ્ત થયું હતું. બીજી કથાનો ઉલ્લેખ પં નાથુરામ પ્રેમીએ કરતા લખ્યું છે કે માલવ દેશના ધારાપુર નગરમાં કુમુદચંદ્ર નામનો રાજા રાજ્ય કરતો હતો. તેમની રાણીનું નામ કુમુદચંદ્રિકા હતું.આ રાજાના રાજ્યમાં કુન્દશ્રેષ્ઠી પોતાની પત્ની કુંદલતા સાથે નિવાસ કરતા હતા. તેમને કુકુન્દ નામનો પુત્ર ઉત્પન્ન થયો. આ બાળક નાનપણથી જ ગંભીર, ચિંતનશીલ અને પ્રગતિશીલ હતો.જ્યારે તે અગિયાર વર્ષનો થયો તે સમયે નગરના ઉદ્યાનમાં એક મુનિરાજ પધાર્યા. તેમના ઉપદેશ સાંભળવા માટે નગરજનો એકત્ર થયા.કુકુન્દ પણ તેમાં સંમિલિત થયા. મુનિરાજનો ઉપદેશ સાંભળીને તેઓ વિરક્ત થઈ ગયા અને દિગમ્બર દીક્ષા ધારણ કરી મુનિ બની ગયા. તેંત્રીસ વર્ષની આયુમાં તેમને આચાર્યપદપ્રાપ્ત થયું. તેમના ગુરુનું નામ જિનચંદ્ર વર્ણવવામાં આવ્યું છે.
એવી જ રીતે બીજી કથા આ પ્રમાણે છે કે જ્યારે તેઓ આગમગ્રંથનો સ્વાધ્યાય કરી રહ્યા હતા ત્યારે તેમના મનમાં કિઈ શંકા ઉત્પન્ન થઈ અને ધ્યાનસ્થ થતા જ તેઓ વિદેહ ક્ષેત્રમાં સીમંધર સ્વામીના સમોવશરણમાં પહોંચી ગયા. ત્યાં એક અઠવાડિયા સુધી રહી પોતાની શંકાઓનું સમાધાન પ્રાપ્ત કર્યું. કહેવાય છે કે જ્યારે તેઓને આકાશમાર્ગથી લઈ જવામાં આવી રહ્યા હતા ત્યારે તેમની મયૂરપિચ્છી પડી જવાથી તેઓએથોડાક સમયસુધી ગૃદ્ધપિચ્છીથી કામ ચલાવ્યું અને તેથી જ એમનું એક નામ ગૃદ્ધપિચ્છ પણ મળે છે.
એક એવી પણ કથા પ્રાપ્ત થાય છે કે એક વખત ગિરનાર યાત્રા સમયે તેમનો કોઈ શ્વેતાંબર સાધુ સાથે જૈનધર્મની પ્રાચીન પરંપરા વિષે વાદ-વિવાદ થયેલો. કહે છે કે બ્રાહ્મીદેવીના મુખથી એવું કહેવામાં આવ્યું કે દિગમ્બર નિર્ગુન્થ માર્ગ જ પ્રાચીન છે. આ રીતે તેમની શક્તિ અને દિગમ્બર પરંપરાની પ્રાચીનતાનો ઉલ્લેખ ફુકુન્દસ્વામી સાથે જોડાયેલો છે. જો કે આ બધી ઘટનાઓનો ઉલ્લેખ દિગમ્બર શાસ્ત્રોમાં જ છે. જેના અન્ય કોઈ પ્રમાણ ઉપલબ્ધ નથી. લોકો આ કથાઓ કુકુન્દાચાર્ય સાથે જોડીને તેમની પ્રામાણિકતા સિદ્ધ કરે છે.
જ્ઞાનધારા-૧
૩૧
જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૧