________________
અને મોક્ષ માટે સર્વનો પ્રયત્ન છે તો પણ આટલું તો આપ પણ માન્ય કરી શકશો કે જે માર્ગથી આત્મા-આત્માત, સમ્યકજ્ઞાન-યથાર્થદષ્ટિ પામે તે માર્ગ સપુરુષની આજ્ઞાનુસાર સમ્મત કરવો જોઇએ. અહીં કોઇ પણ દર્શન માટે બોલવાની ઉચિતતા નથી કહી શકાય કે જે પુરુષ વચનપૂર્વાપર અખંડિત છે, તેનું બોધેલું દર્શન તે પૂર્વાપર હિતસ્વી છે, આત્મા જ્યાંથી યથાર્થ દષ્ટિ કિંવા વસ્તુધર્મ પામે ત્યાંથી સમ્યકજ્ઞાન સંપ્રાપ્ત થાય તે સર્વ માન્ય છે.
વર્ષ-૨૩ પત્ર ૧૦૫ માં શ્રીમજી સમજાવે છે કે મહાવીરના બોધને પાત્ર કોણ ? ૧) સત્પષનાં ચરણનો ઇચ્છુક ૨) સદેવ સૂક્ષ્મબોધનો અભિલાષી ૩) ગુણ પર પ્રશસ્તભાવ રાખનાર ૪) બ્રહ્મવતમાં પ્રીતિમાન ૫) જ્યારે સ્વદોષ દેખે ત્યારે તેને છેદવાનો ઉપયોગ રાખનાર ૬) ઉપયોગથી એક પગલું પણ ભરનાર ૭) એકાંતવાસને વખાણનાર ૮) તીર્થાદિ પ્રવાસનો ઉછરંગી ૯) આહાર, વિહાર, નિહારનો નિયમી ૧૦) પોતાની ગુરુતા દાખવનારા
એવો કોઇપણ પુરષ તે મહાવીરના બોધને પાત્ર છે, સમ્યકશાને પાત્ર છે.
સમ્યક દશાનાં પાંચ લક્ષણો છે. જે વર્ષ૨૩-૧૩૫ માં શ્રીમજી જણાવે છે કે શમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા, આસ્થા.
ક્રોધાદિક કષાયોનું શમી જવું, ઉદય આવેલા કષાયોમાં મંદતા થવી, વાળી લેવાય તેવી આત્મદશા થવી, અથવા અનાદિકાળની વૃત્તિ શમી જવી તે શમ.
જ્ઞાનધારા-૧
૨૩
જેનસાહિત્ય જ્ઞાનસત્ર-૧=