________________
કે ક્ષય થતી નથી ત્યાં સુધી સમ્યક્ટષ્ટિ થવું સંભવતું નથી. એ સાત પ્રકૃતિ જેમ જેમ મંદતાને પામે તેમ તેમ સમ્યકત્વનો ઉદય થાય છે. તે પ્રકૃતિઓની ગ્રંથિ છેદવી પરમ દુર્લભ છે. જેની તે ગ્રંથિ છેદાઇ તેને આત્મા હસ્તગત થવો સુલભ છે. તત્ત્વજ્ઞાનીઓએ એજ ગ્રંથિને ભેદવાનો ફરીફરીને બોધ કર્યો છે, જે આત્મા, અપ્રમાદપણે તે ભેદવા ભણી દષ્ટિ આપશે તે આત્મા આત્મત્વને પામશે એ નિઃસંદેહ છે”.
આગળ શ્રીમજી જણાવે છે કે જગતમાં સત્પરમાત્માની ભક્તિ-સત્થરુસત્સંગ-સશાસ્ત્રાધ્યયન-સમ્યકદષ્ટિપણું અને સત્યોગ એ કોઇ કાળે પ્રાપ્ત થયા નથી. થયા હોત તો આવી દશા હોત નહીં પણ જાગ્યા ત્યાંથી પ્રભાત એમ રૂડા પુરુષોનો બોધધ્યાનમાં વિનયપૂર્વક આગ્રહી તે વસ્તુ માટે પ્રયત્ન કરવો એજ અનંતભવની નિષ્ફળતાનું એક ભવે સફળ થવું મને સમજાય
ધર્મધ્યાનનું સ્વરૂપ વર્ષ-૨૨ જણાવતાં શ્રીમજી લખે છે કે: આ કાળમાં રૂપાતીત સુધી ધર્મધ્યાનની પ્રાપ્તિ કેટલાક સપુરુષોને સ્વભાવે, કેટલાકને સદ્ગુરુરૂપ નિરૂપમ નિમિત્તથી અને કેટલાકને સત્સંગ આદિ લઇ અનેક સાધનોથી થઇ શકે છે.
એ ધર્મધ્યાનમાં નીચેની ચાર ભાવનાથી ભૂષિત થવું સંભવે છે. ૧) મૈત્રી - સર્વ જગતના જીવ ભણી નિર્વેરબુદ્ધિ. ૨) પ્રમોદ - અંશમાત્ર પણ કોઇનો ગુણ નીરખીને રોમાંચિત ઉલ્લસવા. ૩) કરૂણા - જગતના જીવનાં દુઃખ દેખીને - અનુકંપિત થવું. ૪) મધ્યસ્થ કે ઉપેક્ષા - શુદ્ધ સમદષ્ટિના બળવીર્યને યોગ્ય થવું.
ચાર તેનાં આલંબન છે, ચાર તેની રુચિ છે, ચાર તેના પાયા છે, એમ અનેક ભેદે વહેંચાયેલું ધર્મધ્યાન છે. પ્રત્યેક દર્શનમાં આત્માનો જ બોધ છે
જ્ઞાનધારા-૧
===
૨૨
૩ જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૧e