________________
પત્ર-૪૦માં રાગ દ્વેષ અને મોહ એ ત્રણ દોષો વિશે સમજાવતાં શ્રીમદ્ભુ લખે છે કેઃ
અનાદિકાળના મહાશત્રુરૂપ રાગ, દ્વેષ અને મોહના બંધનમાં તે પોતાના સંબંધી વિચાર કરી શક્યા નથી, મનુષ્યત્વ, આર્યદેશ, ઉત્તમકુળ, શારીરિક સંપત્તિ એ અપેક્ષિત સાધન છે અને અંતરંગ સાધન માત્ર મુક્ત થવાની સાચી જિજ્ઞાસા એ છે અને સમકિત આવ્યા વિના રહે નહિ.
જિનપ્રતિમા અને જિનપૂજા વિષેનો હકારાત્મક અભિગમ જણાવતાં શ્રીમદ્ભુ લખે છે કે ઃ મારી જિજ્ઞાસા વીતરાગદેવની આજ્ઞાના આરાધન ભણી છે. એમ સત્યતાને ખાતર કહી દર્શાવ્યું છે કે પ્રથમ પક્ષ સત્ય છે, એટલે જિનપ્રતિમા અને તેનું પૂજન શાસ્ત્રોક્ત, પ્રમાણોક્ત, અનુભવોક્ત અને અનુભવમાં લેવા યોગ્ય છે, મને તે પદાર્થોનો જે રૂપે બોધ થયો અથવા તે વિષય સંબંધી મને જે અલ્પ શંકા હતી તે નીકળી ગઇ, તે વસ્તુનું કંઇ પણ પ્રતિપાદન થવાથી કોઇપણ આત્મા તે સંબંધી વિચાર કરી શકશે, અને તે વસ્તુની સિદ્ધિ જણાય તો તે સંબંધી મતભેદ તેને ટળી જાય, તે સુલભ બોધિપણાનું કાર્ય થાય એમ ગણી ટૂંકમાં કેટલાક વિચારો પ્રતિમા સિદ્ધિ માટે દર્શાવું છું.
પણ
મારી પ્રતિમામાં શ્રદ્ધા છે, માટે તમે સઘળા કરો એ મારે કહેવું નથી, વીર ભગવાનની આજ્ઞાનું આરાધન તેથી થતું જણાય તો તેમ કરવું.
સમ્યગદૃષ્ટિની પ્રાપ્તિ અંગે ગ્રંથિભેદનું શાસ્ત્રોક્ત સ્વરૂપનું વર્ણન કરતાં શ્રીમદ્ભુ લખે છે : વર્ષ ૨૨ ૫ત્ર – ૪૭. આ પત્રમાં શ્રીમદ્ભુ સમજાવે છે કે, "અનંતાનુબંધી ક્રોધ, અનંતાનુબંધીમાન, અનંતાનુબંધીમાયા અને અનંતાનુબંધીલોભ એ ચાર તથા મિથ્યાત્વ મોહનીય, સમ્યકત્વ મોહનીય, મિશ્ર મોહનીય એ ત્રણ એમ એ સાત પ્રકૃતિ જ્યાં સુધી ક્ષયોપશમ, ઉપશમ
જ્ઞાનધારા-૧
૨૧
જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૧