________________
મુક્ત થવા સિવાય બીજી કોઇપણ પ્રકારની ઇચ્છા નહીં, અભિલાષા નહિ તે સંવેગ.
યારથી એમ સમજાયું કે ભ્રાંતિમાં પરિભ્રમણ કર્યું ત્યારથી હવે ઘણી થઇ અરે જીવ, હવે થોભ એ નિર્વેદ.
મહાત્મય જેનું પરમ છે એવા નિસ્પૃહી પુરુષોનાં વચનમાં જ તલ્લીનતાને શ્રદ્ધા આસ્થા.
એ સઘળા વડે જીવમાં સ્વાત્મતુલ્ય બુદ્ધિ તે અનુકંપા
આ લક્ષણો અવશ્ય મનન કરવા યોગ્ય છે. સ્મરવાયોગ્ય છે. ઇચ્છવા યોગ્ય છે. અનુભવવા યોગ્ય છે.
વીતરાગ- સર્વજ્ઞ તીર્થકર ભગવંતોની ભક્તિનું વિશેષ મહત્ત્વ દર્શાવતા શ્રીમદજી જણાવે છે શિક્ષાપાઠ-૧૩ મા જિનેશ્વરની ભક્તિ, ભાગ - ૧ માં લખે છે કે વિચક્ષણ કોઇ શંકરની, કોઇ બ્રહ્માની, કોઇ વિષ્ણુની, કોઇ અગ્નિની, કોઇ ભવાનીની, કોઇપેગમ્બરની અને કોઇ ઇસુ ખ્રિસ્તની ભક્તિ કરે છે. તેઓ ભક્તિ કરીને શી આશા રાખતા હશે? હે સત્યપ્રિય જિજ્ઞાસુ, તે ભાવિક મોક્ષ મેળવવાની પરમ આશાથી એ દેવોને ભજે છે. ત્યારે એથી તેઓ ઉત્તમ ગતિ પામે એમ તમારો મત છે ?
તેઓની ભક્તિ વડે તેઓ મોક્ષ પામે એમ હું કહી શકતો નથી. જેઓને તે પરમેશ્વર કહે છે તેઓ કંઇ મોક્ષને પામ્યા નથી. તો પછી ઉપાસકને એ મોક્ષ ક્યાંથી આપે ? શંકર વગેરે કર્મક્ષય કરી શક્યા નથી અને દૂષણ સહિત છે એથી તે પૂજવાયોગ્ય નથી.
એ દૂષણો ક્યાં ક્યાં તે કહો.
અજ્ઞાન, કામ, હાસ્ય, રતિ, અરતિ વગેરે મળીને અઢાર દૂષણમાંનું એક દૂષણ હોય તો પણ તે અપૂજ્ય છે, એમ સમર્થ પંડિતે પણ કહ્યું છે કે
=જ્ઞાનધારા-૧e
=
૨૪
=
જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૧=