________________
જપ અને ધ્યાનના સંદર્ભે ભિન્નભિન્ન જૈન સાધના પધ્ધતિ
રશ્મિ સંઘવી
(જૈનદર્શનના અભ્યાસુ ઘાટકોપરના રશ્મિબેન, જૈનશિક્ષણ પ્રવૃત્તિ સાથે સંક્ળાયેલા છે.)
ધ્યાન ધૂપ મનઃ પુષ્પમ ! પંચેન્દ્રિય હુતાશનં ક્ષમા જાપ સંતોષ
પુજા દેવ નિરંજન નમો સિદ્ધ નિરંજન
આવી સરસ ભાવનાભરી ભક્તિ કે જેમાં ધ્યાન તથા જપ બન્ને સમાયેલા છે. જેવી મતિ એવી ગતિ તેવા ન્યાયે. સિદ્ધપ્રભુનું ધ્યાન ધરતાં, સિધ્ધપ્રભુના નામના જાપો જપતા, સિધ્ધ પ્રુભુના ગુણોનું અવલોકન કરતા તેમનામય બની જવાનો પુરુષાર્થ કરતા, તેમના ગુણો જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરતાં, આપણુંધ્યેય-મંજિલ નક્કી થશે. દિશા સૂઝશે. માર્ગમાં આવતાં બંધનો-કષાયો–કુધ્યાનો-હિંસાદિપરિણામોને જળમૂળથી ઉખેડવા પડશે. ખડકાળ જમીનને ખોદી ખોદીને ખેડૂત પણ તેને સમથળ કરી બીજ રોપે છે અને પછી તેની જાળવણી યોગ્ય રીતે કરે છે તો બી એક વટવૃક્ષ રૂપે કે અનાજરૂપે કે ફળરૂપે આવે છે. તેવી જ રીતે આપણે પણ આપણું ધ્યેય – મંજિલ શોધવાની છે તે મંજિલને અનુરૂપ આપણું જીવન – ઘડતર હશે તો જ આપણે કાંઇક પામી શકીશું. છોડવાનું શું છે તેનું પણ જાણપણું એટલું જરુરી છે જેટલું ગ્રહણ કરવાનું. આવા પરમ ધ્યેયને સિદ્ધ કરવા આપણા જીવનબાગને સદ્ગુણોની મહેકથી મહેકાવવા સદ્ગુરુ રૂપ માળીની આપણને જરુર છે.
કદમ જેના અસ્થિર છે તેને રસ્તો પણ જડતો નથી અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી
|જ્ઞાનધારા-૧
૨૯૨
| જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૧