________________
છે અને તેની આલ્હાદક અસર આપણે પોતે અનુભવીએ છીએ. જાણે કે આપણા આત્માનો સાક્ષાત્કાર થતો હોય અને એજ આત્મિક આનંદ વધુને વધુ સક્રિય કરવા આગમાં ઈધન નાખતા આગ વધુને વધુ પ્રજ્વલીત બને તેમ વધુને વધુ સમય અને પરમ શ્રદ્ધાથી કરેલ મંત્ર જાપ પરમાત્મા સુધી લઇ જાય તેવી જાપની પરમ શક્તિ છે.
વિવિધ પ્રકારના જાપમાં સૂર, લય, તાલ તથા શ્વાછોશ્વાસની પ્રક્રિયા પણ એટલી જ મહત્ત્વની છે કે જે તમારામાં આત્મિક ઉર્જા આપી આત્મા જ્યોતિ પ્રગટાવી શકે.
આત્માના ધ્યાને ભવના બેધ્યાન તુટી જાય છે.
આપણો પરમ કલ્યાણક મહામંત્ર નવકાર નો જાપ એવો છે જેને કોઇ સમય તથા વાતાવરણનું બંધન નથી.ગમે ત્યારે ગમે તે પરિસ્થિતિમાં તમે પરમ શ્રદ્ધા ભક્તિ ભાવનાથી કરો તો પણ ફળદાયી છે.
ધ્યાન માટે શરૂઆતમાં મન એકાગ્ર ન બને. હલચલ મચી જાય તેને પ્રયત્ન કરી સ્થિરતા લાવવી.મનને પણ લગામ રાખવી. જેવા તેવા વીચારો આવવા ન દેવા. એકાગ્રતા જેમ કેળવાશે તેમ ધ્યાન તરફ વધુ ઊંડા જવાશે અને લક્ષબિંદુ સાધ્ય થશે. આ ધ્યાન ઋષી મુનિઓએ કરેલ છે.
F
જ્ઞાનધારા-૧
૨૯૧
=
૩ જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૧E