________________
આવા ધ્યાનના ચાર પ્રકાર છે.
૧) આર્તધ્યાન
૨) રૌદ્રધ્યાન
૩) ધર્મધ્યાન
૪) શુક્લ ધ્યાન
આર્તધ્યાન તથા રૌદ્રધ્યાન તો વર્જ્ય છે. છતાં પણ તેને જાણવા અને સમજવા એટલાજ જરૂરી છે.
સ્વયં ભગવાન દ્વારા રચાયેલ, પૂ. ગુરુવરો દ્વારા સિદ્ધ કરાયેલ મંત્ર જ્યારે ભક્ત અનન્ય શ્રદ્ધા ભક્તિ ભાવનાથી બોલે છે અને એ વારંવાર બોલે ત્યારે તેની રગેરગમાં આ મંત્રનું રટણ લોહીની જેમ વહેવા લાગે છે અને તેના રોમેરોમ પુલકિત બને છે. તેને ધ્યાન (જપ) કહેવાય.
આવી જાપની વ્યાખ્યાને અનુસરીને મંત્ર જાપ કરવામાં આવે છે. તેમાં એવી અમોધ શક્તિ પ્રાપ્ત થાય છે કે જે કર્મોની પ્રખર નિર્જરા કરાવે છે અને આત્મા પર લાગેલા કર્મો (જેમ સાબુથી મેલ ધોવાય જાય) નીર્જરે છે અથવા તો ક્ષીણ થઇ થાય છે અને મંત્ર જાપથી તનને અને મનને પરમ આત્મિક શાંતિ મળે છે, જે જપનો અસંખ્ય વાર રટણ કર્યા પછી પણ જો મન શાંત ન થાય, આત્મિક આનંદ ન અનુભવાય તો આપણે પોતેજ શોધ કરવાની રહે છે કે જાપ સાધનામાં આપણી ક્યાં ભૂલ છે. ભૂલ ના મૂળને શોધી વળી પાછી તેવી ભૂલ ન કરતાં શ્રદ્ધેય ગુરુવર્યોના સાથ અને સહકારથી જે જપસાધના થાય છે તે પરમ ફળદાયી હોય છે.
આવી જ૫ સાધના પૂ. ગુરૂવર્યો વિવિધ પ્રકારના મંત્રો સિધ્ધ કરી અને કરાવે છે ત્યારે તેની ઉર્જા તેના શબ્દોના ધ્વનિથી જે વાતાવરણ સર્જાય છે તે ખરેખર અવર્ણનીય હોય છે અને આત્મા સુધી તે જપ ના શબ્દો પહોંચે
જ્ઞાનધારા-૧
૨૯૦
જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૧