________________
જપ અને ધ્યાનના સંદર્ભે ભિન્ન ભિન્ન જૈન સાધના પધ્ધતિ
મંજુલાબેન વસા
(ઘાટકોપર જૈન સંઘના ભૂતપૂર્વપ્રમુખ અને મહિલા મંડળના પૂર્વ પ્રમુખ મંજુલાબેન જૈનધર્મના અભ્યાસુ છે અને જૈન શિક્ષણ પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે.)
આપણો જૈન ધર્મ ઘણોજ સૂક્ષ્મ તથા વિશાળ જ્ઞાનવાળો છે. તેમાં અહિંસા, સત્ય, અચૌર્ય, તપ, ધ્યાન, જપ આદિ અનુષ્ઠાનોની વિવિધ પ્રકારે વિવિધ શાસ્ત્રોમાં નિરૂપણ કરવામાં આવેલ છે. જૈનધર્મ એ કોઇ વ્યક્તિગત ધર્મ નથી પણ જેમાં વ્યક્તિ કરતાં તેનામાં રહેલા આંતરિક ગુણોને મહત્ત્વ આપે છે. જપ અને ધ્યાન એ જૈન ધર્મના મહત્ત્વના અંગો છે. જેના વિષે આપણે વિશેષ લક્ષ આપવાની જરૂર છે કે જેનાથી કર્મની નીર્જરા થઇ શકે.
ધ્યેય પદાર્થના વિષયમાં અતૂટતેલની ધારા જેવું છે. જે ચિત્ત વૃત્તિનો પ્રવાહ છે. તેને ધ્યાન કહેવામાં આવે છે.
ધ્યાયતે વસ્તુ આનેન ઈતિ ધ્યાનમ ચિન્તયતે વસ્તુ ચરિત ધ્યાનાતિ ધ્યાયતે વસ્તુ અનેનેતિ ધ્યાન
ઠાણાંગસૂત્રના વિશેષાર્થ આ ધ્યાન શબ્દનો અર્થ સમજાવતાં શ્રી પંડિત મુનિ કનૈયાલાલજી મ. સાહેબે કહ્યું છે કે જેના દ્વારા વસ્તુનું ચિંતન કરવામાં આવે તેને ધ્યાન કહે છે. કોઇ પણ એક વસ્તુ પર મનને એકાગ્ર કરવામાં આવે તેને ધ્યાન કહેવાય. તે ધ્યાન એક અંતર્મુહૂર્ત કાળ સુધીની જ ચિત્તની સ્થિરતા રૂપ હોય છે.
જ્ઞાનધારા-૧
જ્ઞાનધારા- ૧
૨ ૮૯
( ૨૮૯
-
જનસાહિત્ય જ્ઞાનસત્ર-૧=