________________
સ્વરાજ્ય ટકશે કેવી રીતે ? સાને ગરજીએ ઘોષણા કરી કે જ્યાં સુધી હરિજનોનો મંદિર પ્રવેશ ન થાય ત્યાં સુધી પોતે ઉપવાસ ઉપર ઉતરશે અને હરિજનો માટે મંદિરના પ્રવેશ દ્વાર ખુલ્યા. પૂ. ગાંધીજી હરિજનોને લઇને મંદિરમાં જતા અને તેમને માર પણ ખાવો પડતો. પોતે ઉપવાસ ઉપર પણ ઉતરતા. બે વર્ષના આ બનેલા બનાવોમાં ખાસ હૃદયપરિવર્તન દેખાયું ન હતું પણ એક, બે છાપાઓ સિવાય ૨૦-૨૫ છાપાઓએ મંદિર-પ્રવેશ ન કરવા બાબત કડક ટીકાઓ કરી. પછી મંદિરમાં તેમને આમંત્રણ મળ્યું. વિનોબાજી કહે છે કે મંદિર પ્રવેશનો આગ્રહ ન રાખું તો હિંદુ ધર્મની શાખ નહીં રહે. મુસલમાનોએ મસ્જિદોમાંશીખોએ ગુરુદ્વારામાં, ખ્રિસ્તીઓએ ચર્ચમાં અત્યંત પ્રેમથી મારું સ્વાગત કર્યું. અજમેરની દરગાહમાં દસ હજાર મુસલમાનો વચ્ચે મને બોલાવ્યો. નમાજમાં બેઠો, ગીતા પ્રાર્થના પણ કરી. વેદાંત અને બૌધ્ધ મતનો સમન્વય કરતો બૌદ્ધગયામાં તેમણે સમન્વય આશ્રમ ખોલ્યો. બૌદ્ધ લોકોએ પ્રેમથી કહ્યું કે બુધ્ધ જે ધર્મચક્ર પરિવર્તન કર્યું હતું તેને જ વિનોબાની યાત્રા આગળ ચલાવી રહી છે. ખ્રિસ્તીઓના ચારેય પંથના બિશપોએ પત્રિકામાં છપાવ્યું કે વિનોબા જે કામ કરી રહ્યા છે તે ભગવાન ઈશુનું જ કામ છે. તેથી બધાં દેવળોએ સહકાર આપવો.
આ રીતે હિંદુ ધર્મનાં મંદિરોના દરવાજા ખુલ્યા. કહો કે બધાંના હદયના દરવાજા ખુલ્યા.
आ नो भद्रा : कतवो यन्तु विश्वतः
દુનિયાભરના મંગલ વિચારો આપણી પાસે આવે. આપણે બધાં વિચારોનું સ્વાગત કરીએ.
જ્ઞાનધારા-1
જ્ઞાનધારા-૧
૧૮) જિનસાહિત્ય જ્ઞાનસત્ર-15
૨૮૮
જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૧)