________________
હેપ્રભુ તારા ભણી મારે અસ્થિર કદમથી આંધળી દોટ નથી મૂકવી કે પાછળથી પસ્તાવું પડે પણ જે જપ જે ધ્યાન કરું તે નિશ્ચયથી ગમે તેટલી મુશ્કેલી વચ્ચે પણ મારી સાધના ખંડિત ન થાય તેવું મને એકાગ્ર કરતું ધ્યાન આપજે !
હૈયે હોય તે હોઠે આવે - હોઠથી નીકળેલા એ મંગલમય પ્રભુના નામના રટણના શબ્દો જ્યારે વાતાવરણમાં ગુંજવા લાગે છે, જપ કરે તેના તો રોમે રોમ પુલકિત થાય પણ તેની આજુબાજુનું વાતાવરણ પણ એટલું જ પવિત્ર, આહલાદક અને નિર્મળ બની જાય કે તે જગ્યાએ કોઇ મોટો ગુનેગાર પણ આવીને બેસે તો તે પણ પોતાના ગુના કબૂલ કરી અને પ્રાયશ્ચિતની પુનિત ગંગામાં પોતાના પાપો ઝબોળી પવિત્ર થઇ જાય, તે જ સાચા અંતરના ઊંડાણથી નીકળેલા જાપ છે. આવાજાપના રટણથી એવું સાત્વિક વાતાવરણ ધૂપની જેમ મધમધતું બની જાય છે.
જાપ વહેલી સવારમાં સૂર્યોદય પેલાં નીરવ શાંતિમાં એકાગ્ર ચિત્તથી થઇ શકે છે. ઘોંઘાટવાળું વાતાવરણ જપ ધ્યાનમાં એકાગ્રતા રહેવા દેવું નથી યોગ્ય વાતાવરણ પણ મનની એકાગ્રતા પર અસર કરે છે. જે જગ્યાએ ધ્યાન-જપ કરતા દોઇએ તે જગ્યાનું ઉષ્ણતામાન બહારના વાતાવરણ જેવું જ હોવું જરુરી છે. એ. સી. કે પંખા નીચે ધ્યાન કરવાથી ધાર્યું પરિણામ આવતું નથી.
જપ-ધ્યાન કરતી વખતે શ્વેત ગણવેશ પહેરવાથી તેની અસર વાતાવરણને પણ શાંતિમય બનાવે છે. શ્વેત રંગ શાંતિ અને શુદ્ધતાનો પ્રતિક છે.
જપ-ધ્યાન માટે ઊણોદરી તપ, વિષયનો ત્યાગ હોય તો ધ્યાન વધુ ને વધુ વિશુદ્ધ થાય છે. શરીર હલકુ અને સ્વસ્થ હોય તો આળસ ન આવે અને મન સ્થિર રહે.
જ્ઞાનધારા-૧
૨૯૩
જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૧૬