________________
યોગ્ય છે. શ્રીમજી સરળતાથી સમજી શકાય એ સમ્યગદષ્ટિ ઉપર પ્રકાશ પાથરતાં લખે છે કે સમ્યગદષ્ટિ એટલે ભલી દષ્ટિ અપક્ષપાતે સારાસારે વિચારવું તેનું નામ વિવેકદષ્ટિ અને વિવેકદષ્ટિ એટલે સમ્યગદષ્ટિ એમનું બોધવું તદન ખરું જ છે. વિવેકદષ્ટિ વિના ખરું ક્યાંથી સૂઝે ? અને ખરું વિના પૂરું ગ્રહણ પણ ક્યાંથી થાય ? માટે સઘળા પ્રકારે સમ્યગદષ્ટિનો ઉપયોગ કરવો જોઇએ. જૈનદર્શનમાં શાસ્ત્રમાં વર્ણવેલ સદૈવ તત્ત્વ, સદ્ગુરુ તત્ત્વ અને સધ્ધર્મ તત્ત્વ એ ત્રણ તત્ત્વ વ્રત ઉપર શ્રીમજી સમજાવતાં શિક્ષા પાઠ૮-૯-૧૧ માં નીચે મુજબ વિવેચન લખે છે.
શિક્ષાપાઠ-૮ સત્ દેવતત્ત્વ
જેઓને કેવલ્યજ્ઞાન અને કેવલ્યદર્શન પ્રાપ્ત થાય છે. કર્મના સમુદાય મહાઉગ્ર તપોધ્યાન વડે વિશોધન કરીને જેઓ બાળી નાખે છે. જેઓએ ચંદ્ર અને શંખથી ઉજ્જવળ એવું શુક્લ ધ્યાન પ્રાપ્ત કર્યું છે.
સંસારમાં મુખ્યતા ભોગવાતા જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય એ ચાર કર્મ ભસ્મીભૂત કરીને જેઓ સ્વરૂપથી વિહાર કરે છે, સર્વ કર્મના મૂળને જેઓ બાળી નાખે છે, વીતરાગથઇકમગ્રીખથી અકળાતા પામર પ્રાણીઓને પરમ શાંતિ આપવા જેઓ શુદ્ધબોધ બીજનો મેઘ ધારા વાણીથી ઉપદેશ કરે છે કર્મફળ ક્ષય કર્યા પ્રથમ શ્રી મુખવાણીથી જેઓ છદમસ્થતા ગણી ઉપદેશ કરતા નથી. અઢાર દૂષણથી રહિત, સચ્ચિદાનંદ સ્વરૂપથી વિરાજમાન અને મહાઉધોતકર બાર ગુણ જેઓમાં પ્રગટે છે, જન્મ, મરણ અને અનંત સંસાર જેનો ગયો છે તે સત્ દેવ નિઝર્થ આગમમાં કહ્યા છે, તે દોષરહિત શુદ્ધ આત્મસ્વરૂપને પામેલ હોવાથી પરમેશ્વર કહેવાય છે.
જ્ઞાનધારા-૧
જ્ઞાનધારા-૧-
- ૧૮
૧૮
જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૧e
ત્ય જ્ઞાનસત્ર-૧