________________
શિક્ષાપાઠ-૯ સત્ ધર્મતત્ત્વ
અધોગતિમાં પડતા આત્માને ધરી રાખનાર જે વસ્તુ તેનું નામ ધર્મ કહેવાય છે. એધર્મ તત્ત્વના સર્વજ્ઞ ભગવાને ભિન્ન ભિન્ન ભેદ કહ્યા છે. તેમાંના મુખ્યત્વે ભેદ છેઃ
૧) વ્યવહારધર્મ, ૨) નિશ્ચયધર્મ
વ્યવહારધર્મમાં મુખ્ય દયા છે, બાકીનાં ચાર મહાવ્રતો દયાની સુરક્ષા માટે છે, દયાના ૮ ભેદ વ્યવહાર ધર્મમાં છે.
૧) દ્રવ્યદયા, ૨) ભાવદયા, ૩) સ્વદયા, ૪) પરદયા, ૫) સ્વરૂપદયા, ૬) અનુબંધદયા, ૭) વ્યવહારદયા, ૮) નિશ્ચયદયા.
એ આઠ પ્રકારની દયા વડે કરીને વ્યવહારધર્મ ભગવાને કહ્યો છે. એમાં સર્વ જીવનું સુખ, સંતોષ, અભયદાન સઘળું વિચારપૂર્વક જોતાં આવી જાય
છે.
બીજો નિશ્ચયધર્મ પોતાના સ્વરૂપની ભ્રમણા ટાળવી, આત્માને આત્મભાવે ઓળખવો. આ સંસારમાં તે મારો નથી, હું એથી ભિન્ન પરમ અસંગ, સિદ્ધસદશ શુદ્ધ આત્મા છું એની આત્મસ્વભાવ વર્તના તે નિશ્ચય ધર્મ છે.
શિક્ષાપાઠ-૧૧ સદ્ગુરુતત્ત્વ
સંસારરૂપી સમુદ્રને કાષ્ઠ સ્વરૂપી ગુરુ જ તરે છે, અને તારી શકે છે, જિનેશ્વર ભગવાનની ભાખેલી આજ્ઞાપણે આહાર જળ લેતા હોય, બાવીશ પ્રકારના પરિષહ સહન કરતા હોય, જ્ઞાત, દાંત, નિરારંભી અને જિતેન્દ્રિય હોય, સૈદ્ધાંતિક જ્ઞાનમાં નિમગ્ન હોય. ધર્મ માટે માત્ર શરીરનો નિર્વાહ કરતા હોય, ટૂંકમાં તેઓને કાષ્ઠ સ્વરૂપ સદ્ગુરુ જાણવા.
જ્ઞાનધારા-૧
૧૯
જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૧