________________
જ્ઞાનીઓએ આત્મકલ્યાણ કર્યું તે આત્માઓના માર્ગે આગળ વધવા, આત્મજાગૃતિ કેળવવા માટે સત્ પુરુષોએ ઉત્તમ વાણી દ્વારા ઉપદેશ આપ્યો છે.
એજ સદ્ભુત છે. એજ પ્રકૃષ્ટ જ્ઞાન અથવા વિજ્ઞાન છે, એજ ધ્યાન છે અને એજ ઉત્તમ તપ છે જે જેને પામીને આ જીવ નિજ શુદ્ધ સહજાત્મ સ્વરૂપમાં લય પામે, સ્વરૂપનિષ્ઠ થાય આ શ્લોકની સાદી ભાષામાં સમજણ આપવી હોય તો કહી શકાય કે ઃ
"1
॥ "જ્ઞાનસ્ય ફલં વિરતિ", "સા વિધા યા વિમુકતયે”
આજ બોધપાઠ શ્રીમદ્ભુ એમના અને સચોટ શબ્દમાં અહીં સમજાવે છે. આત્મસ્વરૂપની અનુભૂતિ કરાવે, નિજાનંદના સ્વરૂપમાં રસ પમાડે, પોતાના આત્મસ્વરૂપમાં સ્થિર બનાવે તેજ શ્રુત સમ્યગ્ છે, તેજ જ્ઞાન જ્ઞેય, હેય, ઉપાદેય પદાર્થોનો વિવેક જગાડી આત્મહિત સમ્યતાપ અને શુભ ધ્યાનના માર્ગે આત્માને દોરી જાય છે.
આત્માના ૬ સ્થાન વિષેનો અને તેની માન્યતાનો સ્વીકાર સમ્યગદર્શન સાથે સંકળાયેલો છે તે વાત શ્રીમદ્ભુએ ૨૫ મા વર્ષના ૩૦૫ માં પત્રમાં કહી છે તથા પત્ર ૩૨૪ માં ઉલ્લેખ છે કેઃ
આત્મભાવ યથાર્થ જેને સમજાય છે, નિશ્વલ રહે છે, તેને સમાધિ પ્રાપ્ત હોય છે. સમ્યકદર્શનનું મુખ્ય લક્ષણ વીતરાગતા જાણીએ છીએ અને તેનો અનુભવ છે. 'આત્મા છે”, એમ જે પ્રમાણથી જણાય આત્મા નિત્ય છે એમ જે પ્રમાણથી જણાય આત્મા ભોક્તા છે એમ જે પ્રમાણથીજણાય છે મોક્ષ છે એમ જે પ્રમાણથી જણાય, અને તેનો ઉપાય છે, એમ જે પ્રમાણથી જણાય, તે વારંવાર વિચારવાયોગ્ય છે. અધ્યાત્મસારમાં અથવા બીજા ગમે તે ગ્રંથમાં એ વાત હોય તો વિચારવામાં બાધ નથી. કલ્પનાનો ત્યાગ કરી વિચારણા
જ્ઞાનધારા-૧
१७
જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૧