________________
પરિભાષામાં રજૂ કરી આત્માની અનુભૂતિ માટેનું આ અનિવાર્ય અંગ જણાવ્યું છે. જૈન દર્શનકારો દર્શાવે છે: “સમકિત વિણનવપૂરવી, અજ્ઞાની કહેવાય, સમકિત વિણ સંસારમાં અરહો પરહો અથડાય”.
શાસ્ત્રકારોએ જે વાત કરી છે તેજ શ્રીમજીએ ઉપરના શબ્દોમાં સમજાવ્યું છે કે સમ્યગદર્શન વિના સમ્યગજ્ઞાન નથી અને ત્યાં સુધી મેળવેલું મિથ્યાજ્ઞાન અનંતકાળથી આત્માને ૮૪ લાખ યોનિમાં ભટકાવે છે. પણ આજ જ્ઞાન સમ્યગદર્શન આવ્યા પછી આ સંસારમાંથી સમય પાકે ત્યારે નિવૃત્તિ અપાવે છે અને તેથી સમ્યગદર્શનને નમસ્કાર કરું છું.
"જગતના અભિપ્રાય પ્રત્યે જોઇને જીવ પદાર્થનો બોધપામ્યો છે. જ્ઞાનીના અભિપ્રાય પ્રત્યે જોઇને પામ્યો નથી જે જીવજ્ઞાનીના અભિપ્રાયથી બોધપામ્યો છે, તે જીવને સમ્યગદર્શનની પ્રાપ્તિ થાય છે”.
प्रबोधाय विवेकाय हिताय प्रशमाय च : सम्यक तत्त्वोपयेशाय सत्ता सूकितः प्रवर्ततेः અર્થાતઃ
સત પુરૂષોની ઉત્તમ વાણી જીવોને આત્મ જાગૃતિરૂપ પ્રકૃષ્ટજ્ઞાન, વિવેક, હિત, પ્રશમતા અને સમ્યક પ્રકારે તત્વોનો ઉપદેશ થવા માટે પ્રવર્તે છે.
ખૂબ માર્મિક વાત આ પંક્તિમાં શ્રીમજી કહે છે કે સંસારનાં તમામ ક્ષેત્રોમાં જીવે બધાંનો અભિપ્રાય સાંભળ્યો, માન્યો, સ્વીકાર્યો અને જીવનનો વિકાસ એ દોરણે કરવા માંડ્યો પણ શાસ્ત્રોનાં વચનોમાંજ્ઞાનીઓના અભિપ્રાયોમાં શ્રદ્ધા રાખી નહિ. વિશ્વાસ કર્યો નહિ અને અસંખ્ય ભવોથી જીવ રખડી પડ્યો છે. સમ્યગદર્શન પામવાનો સચોટ ઉપાય આપણી બુદ્ધિમાં ગમ પડે છે નહીં, છતાં આપણા આત્માના એકાંત હિત માટે જ્ઞાનીઓએ બતાવેલા માર્ગને સ્વીકારવું તે છે. મજાજનો ચેન, ગતઃ સ પત્થાઃ જે માર્ગે આગળ
જ્ઞાનધારા-૧
૧૬)
જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૧e