________________
૫) વ્યાખ્યાન સાર- ૧- ૨ (અં. ૯૧૮, ૯૧૯)
આ ઉપરાંત શ્રીમદ્ગી દ્રવ્યાનુયોગની સૂક્ષ્મમીમાંસા જૈન માર્ગવિવેક, દ્રવ્યપ્રકાશ, દુઃખ મીમાંસા, જીવ-કર્મ-વિચાર, દ્રવ્યભાવ આશ્રવાદિ તત્ત્વવિચાર, મોક્ષમાર્ગ વગેરેમાં પણ જોવા મળે છે અને હાથ નોંધ ૧-૫૧-પર-પ૩-૮૩, ૨-૪, ૩-૬ એ આદિ અંકોમાં દ્રવ્યાનુયોગ અને મોક્ષમાર્ગની ગહન વિચારણા છે.
દ્રવ્યાનુયોગ પરત્વે શ્રી નેમિચન્દ્ર સિદ્ધાતિકનેવકૃત દ્રવ્યસંગ્રહ અને કુંદકુંદાચાર્ય રચિત પંચાસ્તિકાય’ આદિ ગ્રંથોનો ઊંડો પ્રભાવ તેમના પર હતો. તેમાં વર્ણિત દ્રવ્યના સ્વરૂપને અનુલક્ષીને તેમને મુખ્યત્વે પોતાનાં મંતવ્યો પ્રગટ કર્યા છે.
શ્રીમજીના પોતાના અધ્યાત્મ વિષેના વિચારોનું આલેખન શ્રીમદ્ રાજચંદ્રના પારમાર્થિક લખાણોનો (પત્રનો) સંગ્રહ ગ્રંથમાં જોવા મળે છે.
જૈનદર્શનના પાયારૂપ મુખ્ય વિષય સમ્યગ દર્શન’ વિષે શ્રીમજીએ ખૂબ ઉંડાણપૂર્વકનું ચિંતન પ્રગટ કર્યું છે.
અનંતકાળથી જે જ્ઞાન વહેતુથતું હતું તે જ્ઞાનને એક સમયમાત્રમાં મત્યાંતર કરી જેણે ભવનિવૃત્તિ રૂપ કર્યું તે કલ્યાણમૂર્તિ સમ્યગદર્શનને નમસ્કાર. (શ્રીમદ્ રાજચંદ્ર વર્ષ- ૩૧ પાઠ- ૮૩૯)
શાસ્ત્રકારોએ જે વાત લખી છે, તેનો ધ્વનિ રજૂ કરતા શ્રીમજી આ પંક્તિમાં જણાવે છે કે ભવનિવૃત્તિ અથવા સંસારની રખડપટ્ટીનો અંત લાવનાર અને મોક્ષ સુધી પહોંચાડનાર વિશ્વમાં કોઇપણ તત્વ હોય તો તે સમ્યગદર્શન છે. ભારતના તમામ દર્શનકારોએ સમ્યગદર્શનને જુદી જુદી
જ્ઞાનધારા-૧)
(
૧૫ )
જૈિનસાહિત્ય જ્ઞાનસત્ર-૧૬