________________
શ્રીમદ્ રાજચંદ્રજીનું જૈન તત્ત્વજ્ઞાનમાં યોગદાન
લે. પ્રવીણભાઇ સી. શાહ (અમદાવાદ સ્થિત જૈનધર્મના વિદ્વાન અભ્યાસુ, અનેકપર્યુષણ વ્યાખ્યાનમાળામાં દેશવિદેશમાં વિદ્વતાપૂર્ણ પ્રવચનો આપે છે અને જૈન ધર્મના વિવિધ વિષયો ઉપર લેખો લખે છે.)
'પરમ પુરુષ પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન સુખદાસ, જેને આપ્યું ભાન નીજ તેને સદા પ્રણામ
શ્રીમજીએ પોતાના જબરા જ્ઞાનના ક્ષયોપશમથી જે સાહિત્ય સર્જન કર્યું છે તેમાં જિનાગમોમાં વીતરાગકથિત સિદ્ધાંતના વિવિધ વિષયો ઉપરનું તેમનું ચિંતન ખૂબ માનનીય છે. દ્રવ્યાનુયોગના વિષયો ઉપરના તેમના વિવેચને લોકભોગ્ય ભાષામાં ગધ - પદ્ય શૈલીમાં વિશાળ જૈન-જૈનતર સમુદાયને જૈનતત્વજ્ઞાનનો સ્વાદ ચખાડ્યો છે.
દ્રવ્યાનુયોગ વિશે શ્રીમની રચનાઓ
દ્રવ્યાનુયોગ અને મોક્ષમાર્ગના જિજ્ઞાસુઓ માટે શ્રીમદે નિવૃત્તિ પછી (સ ૧૫૩ પછી) કેટલાક મહાપ્રબંધોની રચના કરવાનો પ્રારંભ કર્યો હતો પણ તે પ્રબંધો અપર્ણ રહ્યા હતા. અલબત્ત સંક્ષેપમાં-સૂત્રાત્મક શૈલીમાં લખાયેલો આ પ્રારંભનો ભાગ પણ અનેક રીતે માર્ગદર્શક બની રહે તેવો છે.
આ મહાપ્રબંધોમાં મુખ્યત્વે : ૧) આનંદઘન ચોવીશી - અંતર્ગત ઋષભજિન સ્તવન વિવેચન (અં.૭૫૩) ૨) દુઃખ નિવૃત્તિ ઉપાયરૂપ વીતરાગ માર્ગ (અં. ૭૫૫) ૩) મોક્ષ સિદ્ધાંત (અં. ૭૫૭) ૪) પંચાસ્તિકાય (અં. ૭૬૬) અને
જ્ઞાનધારા-૧
-
૧૪ )
જનસાહિત્ય જ્ઞાનસત્ર-૧